ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
વોર્ડ નં.૧ર/બીમાં આવેલા ફર્સ્ટ સ્પામાં પોલીસની કાર્યવાહી
ગાંધીધામ : પચરંગી સંકુલ ગાંધીધામમાં અવાર-નવાર સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થતો રહે છે ત્યારે વધુ એક વખત કુટણખાનું પકડાયું છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં.૧ર/બીમાં ગ્રીન પેલેસ હોટલની સામે પ્લોટ નં.૧૬૮ મા બીજા માળે આવેલ ફર્સ્ટ સ્પામાં એ-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં ભારતીય મહિલાઓ રાખી સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. પોલીસે ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે રહેતી મૂળ દિલ્હીની રૂબીના ઉર્ફે ડોલી અબ્દુલ સતાર અન્સારીની અટક કરી છે, જ્યારે શશી ત્રિશંકુકુમાર સચ્ચિદાનંદ સિંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બન્ને સામે એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments