Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પશુપાલન તંત્રમાં ઢમઢોલ-માહે પોલનો તાલ

21 August

  રાજય પશુપાલન મંત્રી શ્રી કડકાઈ દાખવે : સામુહિક સાફસફાઈનો આપે આદેશ


જિલ્લાનુ પદ ઈન્ચાર્જના ભરોસે ગબડાવુ પડી રહ્યુ છે ભારે, પાછલા ચાર માસના ટુંકાગાળામાં પશુપાલન ક્ષેત્રે કચ્છમાં ઉઠયા છે તરેહ તરેહના ગંભીર સવાલો : ગૌમાતા પોષણ યોજનાની સબસીડીમાં ગેરરીતી, વાગડમાં ૪૭થી વધુ પશુઓના શંકાસ્પદ મૃત્યુ, લમ્પી વાયરસનો કહેર-રાજયકક્ષાના અધીકારીઓએ મુલાકાતે આવવુ પડયુ, રસીકરણ વિલંબતનું તારણ ખુલવુ, પદ્વરમાં એકસપાયરી ડેટવાળી દવાઓ પાંચ ઢોરેને અપાયાનુ રંગેહાથ ઝડપાઈ જવુ, માતાના મઢમાં એકસપાયરી ડેટવાળીદવાઓની હેરફેર ઝડપાવવાના સિલસિલવાર ઘટનાક્રમો કહેવાય ચિંતાજનક



ગાંધીધામ : ગુજરાત સરકાર અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ અને તેમનો વિભાગ રાજયભરના અબોલજીવોની સુરક્ષા-સરંક્ષણ અને સમૃદ્ધી માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ જ વિભાગના અમુક બની બેઠલા માટીપગા તત્વો ભ્રષ્ટાચારીઓ સાથે હાથ સીધા અથવા પરોક્ષ રીતે મીલાવી અને સરકારના સારા હેતુઓ પર પાણીઢોળ જ કરી રહ્યા હોવાની સ્થિતી ઉભી કરી 
રહ્યા છે. આ બાબતે પશુપાલન ક્ષેત્રના જાણકારોની વાત માનીએ તો પાછલા ટુંકાગાળામાં જ કચ્છના પશુપાલન વિભાગ અને જિલ્લા કક્ષાના ઈન્ચાર્જ અધિકારીની જાણતા અજાણતા કયાંક ને કયાંક ઢીલાશ ઉજાગર કરતી વિવિધ ઘટનાઓનો હારમાળા સર્જાવવા પામી ચુકી છે. તંત્ર એક સાંધે ત્યા તેર તુટી જાય તેવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ મામલે જો વાત કરીએ તો જિલ્લાનુ પદ ઈન્ચાર્જના ભરોસે ગબડાવુ હવે કયાંક ને કયાંક ભારે જ પડતુ જોવાઈ રહ્યુ છે. 
પાછલા ચાર માસના ટુંકાગાળામાં પશુપાલન ક્ષેત્રે કચ્છમા તરેહ તરેહના ગંભીર પ્રકરણો બન્યા છે જે સતત સવાલો સર્જી રહયા છે. સંક્ષિપ્તમાં આ ઘટનાઓની વાત કરીએ તો લખપતમાં સીએમ ગૌમાતા સબસીડી પોષણ યોજનામાં રાજય કક્ષાની ટુકડી ત્રાટકી , નેગેટીવ રીપોર્ટ રજુ કરી અને ભોપાળા છત્તા કરી ગઈ, તો વળી લમ્પી વાયરસને લઈને રાજયના અધિકારીને દોડી આવવાની સર્જાઈ હતી સ્થિતી, લમ્પીવાયરસ સહેજ વધુ વકરી જવા પાછળ કચ્છમાં રસીકરણ વિલંબત કરાયાનો સામે આવ્યુ છે તારણ,  તે બાદ તુરંત જ અબડાસામાં ૭૦૦થી વધુ બગલાઓના ટપોટપ મોત થવા, વાગડમાં અબોલ ૪૭થી વધુ જીવોના શંકાસ્પદ બીમારીથી  અથવા તો અન્ય કોઈ કારણસર મોત થવાની ઘટના બનવા પામી હતી. આ બધુય અધુરૂ હોય ત્યા ભુજ તાલુકાનાપદ્વરમાં ગૌશાળામાં એકસપાયરી ડેટવાળી દવાઓનું વિતરણ કરાયુ, માતાના મઢમાં આવી જ દવાઓની હેરફેર પકડાવા સહિતના બનેલા સિલસિલાવાર ઘટનાક્રમો ખુબજ ચિંતાજનક જ કહી શકાય તેમ છે.  
જિલ્લા પશુપાલન અધિકારી કે તેમની ટીમને લશ્કર કયા લડી રહ્યુ છે તેની જ કોઈ ગતાગમ ન હોવાનો સુચક ઈશારો સામે આવી રહ્યો છે. જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી લખપત સબસીડી ચાઉની ઘટના હોય કે પછી પદ્વરમાં એકસપાયરી ડેટ દવાઓ રંગે હાથ પકડાઈ જવાની વાત હોય, બધાયમાં ખુદના હાથ ખખેરી અને નાના કર્મચારીઓ અથવા તો નીચેના તાબાના સ્ટાફ પર દોષનો ટોપલો ઢોળવાની જ વેતરણમાં હોય તેમ નિવેદનો આપતા જોવાઈ રહ્યા છે? હકીકતમાં તાબાના કર્મચારીએ ભુલ કરી હોય તો તેની હોદાની રૂહે નૈતિક જવાબદારી તથા એવુ ન બને તે જોવાની ફરજ જિલલાના અધિકારીની જ રહેતી હોય છે. વિવિધ પ્રકરણો જે બન્યા છે તેમાથી મોટાભાગના બનાવો ખુબજ ગંભીર જ બન્યા છે. હકીકતમાં હવે સરકાર તબક્કે તથા રાજયના પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈએ કચ્છમાં કડકાઈ દાખવાવનો સમય પાકી ગયો છે, તેઓએ અહીના પશુપાલન વિભાગમાં સામુહીક ફેરફારો, સાફસફાઈ થાય તેવા કડક આદેશ જિલ્લા વિકાસ અધિકારીને આપવા ઘટે. તથા જે જે ઘટનાઓ બની છે તેમાં અલગ અલગ સ્થાનિકથી લઈ અને વિવિધ જવાબાદરોને નશ્યત કરવા ઉપરાંત એવા કિસ્સાઓમાં હાથ ખંખેરતારહેતા જિલ્લાના પશુપાલન અધિકારીની સામે પણ ફરજમાં બેદરકારી બદલની કડક અને ધાક બેસાડતી કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવો જોઈએ. જે રીતે ઘટનાઓ સામે આવી છે તે જોતા તો અહી ઢમઢોલ અને માંહે પોલનો જ તાલ થતો હોવાનો વર્તારો દર્શાય છે. એકાદ કોઈ ઘટના બને તો પણ અબોલ પશુઓના કિસ્સામાં તો લાપરવાહોને શબક આપી જ દેવો ઘટે, પરંતુ કચ્છમાં તો પાછલા અમુક સમયથી સિલસિલવાર ગંભીર બેદરકારી સર્જતી ઘટનાઓ બની રહી છે અને લાપરવાહોની સામે કડકાઈ કરવાના બદલે જિલ્લાકક્ષાએ છાવરવમાં જ આવ્યા હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM