ગાંધીધામ - કંડલા - આદિપુરના વિવિધ પ્રશ્નો બાબતે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રીને સાંસદ તથા ગાંધીધામના ધારાસભ્યએ કરી રજૂઆત
ભુજ : લોકસભાનાં ચોમાસું સત્ર દરમ્યાન કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્બાનંદ સોનોવાલજીની રૂબરૂ મુલાકાત લઈ ગાંધીધામ - કંડલા - આદિપુરનાં વિવિધ પ્રશ્નો સંદર્ભે સાંસદ વિનોદભાઇ ચાવડા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મુલાકાત કરી મહત્વપૂર્ણ ૭ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો, જેમાં કંડલા - માળીયા - નવલખી કોસ્ટલ હાઈવેના બાંધકામ, એસઆરસીના ચાલી રહેલા રેસિડેંટલ ટુ કોમર્શિયલના પ્રશ્નોના નિરાકરણ, ગાંધીધામ મહાનગરપાલિકામાં આવતા સિટી વિસ્તારને સ્ટેટ ગવરમેન્ટના હસ્તક આપવા, ગાંધીધામમાં આવેલ કોમર્શિયલ જગ્યાઓને ફ્રી હોલ્ડ કરવા, ગાંધીધામ મ્યુનિસિપલ ઇન્ફ્રા, પ્લાઝમા પાયરોલિસિસ પ્લાન્ટ, પાણી પુરવઠા હેડ વર્ક્સના બાંધકામ અને વધારાના સીઈઆર / સીએસઆર સપોર્ટ માટે જમીન, ગાંધીધામ મહાનગરપાલિકાનાં મકાન બાંધકામ માટે જમીન ફાળવવા તથા ગાંધીધામના ડમ્પિંગ સાઇટ પર ડ્રાય વેસ્ટ પ્લાન્ટ શરૂ કરવા માટે વધારાની સીએસઆર ફંડ સહાય માટે રજુઆત કરી હતી. ઉપરોક્ત મુદ્દાઓને સાકાર સ્વરૂપ આપવાના અનુરોધ પર મંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
------

Comments