Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

20 August


ભુજ : કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ર૧મી સદીના પ્રણેતા રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેની અંદર લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ એકથી ત્રણ નંબર મેળવ્યો છે તે લોકોને આ મોમેન્ટો પ્રમાણપત્રો અને શૈક્ષણિક કીટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વી. કે. હુંબલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા એ તમામ વિદ્યાર્થીઓ અને મહેમાનોને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી,  રામદેવસિંહ જાડેજા, અંજલીબેન ગોર, ગઢવી કિશોરદાન, લાખાજી સોઢા, અશરફભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ગરવા, એનએસયુઆઈના જયરાજસિંહ જાડેજા, વિશાલ ગઢવી, નિખિલભાઇ, વિવેકસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ સમા અને પૂરી ટીમ, અબુ હિંગોરા, નીતેશ લાલન, ધીરજ ગરવા, મીત જોશી, શંભુભાઈ ડાંગર, યુવરાજસિંહ વાઘેલા, ગની કુંભાર, પુષ્પાબેન સોલંકી વગેરે આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM