Trending News
સ્થાનિક સમાચાર

વર્ધમાનનગરે પર્યુષણ મહાપર્વની તપ-જપ સાથે થતી આરાધના

20 August



ભુજ : ભુજ નજીક જૈનોનાં વર્ધમાનનગર મધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો હતો. પરમકૃપાળુ વિમલનાથપ્રભુજી તથા શીતલનાથ પ્રભુજીની કૃપાથી, પ.પૂ. પ્રવર્તક  મલયસાગરજી મ.સા., પૂ. મુનિરાજ રત્નાકરસાગરજી મ. સા.ની શુભ પાવન નિશ્રામાં પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થઇ રહી છે. ચાતુર્માસનો લાભ સંઘમાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા જામનગર હસ્તે ભક્તિબેન ચિંતલભાઇ વોરા-વર્ધમાનનગર પરિવારે લીધેલ છે. દરરોજ સવારે વ્યાખ્યાનમાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય ગુરૂભગવંતોની મધુર વાણીનો લાભ લઇ રહ્યા છે. શ્રી ત્રેવીસ પાર્શ્વનાથ તિર્થંકર તપમાં ૩૨ આરાધકો જોડાયા છે. આ તપનો લાભ પણ ચાતુર્માસ દાતા પરિવાર લઇ રહ્યા છે.
----

Comments

COMMENT / REPLY FROM