જી.કે. જનરલ હોસ્પિટલમાં કાયમી સીડીએમઓની જગ્યા ભરવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત
ભુજ : શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી સીડીએમઓની જગ્યા ખાલી પડી છે, જેના કારણે છેવાડા ગામડાઓમાં આવતા લોકોને હેરાન થવું પડે છે. ત્યારે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને જગ્યા ભરવા માટે રજૂઆત કરી છે.
ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ સંચાલિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ કચ્છમાં એકમાત્ર માલ્ટી સ્પેશિયાલિટી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત ગેઇમ્સ જી.કે. હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દૂરના અંતરિયાળ વિસ્તારમાંથી મંજુર વર્ગ, સગર્ભા માતાઓ, નવજાત શિશુ વગેરે જેવા ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમના પાસે પીએમજેએવાય કાર્ડ (આધારકાર્ડ, આવક પ્રમાણપત્ર, રેશનકાર્ડ વગેરે) માટે જરૂરી દસ્તાવેજો હોતા નથી. આવા દર્દીઓને એમઓયુ મુજબ સીડીએમઓ પુઅર ફ્રી કરી આપવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિએ સીડીએમઓ જનરલ હોસ્પિટલ ચાર્જ પર હોવાના કારણે કચેરીમાં હાજરી આપી શકતા નથી. જેથી સીડીએમઓ પુઅર ફ્રી કરાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. તેમજ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કમ સહ સિવિલ સર્જનની કચેરીએથી થતાં વિવિધ પ્રમાણપત્રો, સર્ટીફિકેટ, પરવાનગી વગેરે જેમ કે દિવ્યાંગ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેશ સર્ટિફિકેટ, રેસ્ટ સર્ટિફિકેટમાં સીડીએમઓની સહી અને સિક્કા માટે હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને અને તેમના સગાસબંધીઓને હેરાન પરેશાન થવું પડે છે.
વધુમાં જણાવ્યું હતું કે, અનનોન દર્દી, પ્રિજનર (જેલના કેદીઓ) દર્દીઓ વગેરે એમ.એલ.સી. કેસના દએદીઓ જ્યારે સારવાર માટે દાખલ થાય ત્યારે તેમજ સારવાર સમયે અને ડિસ્ચાર્જ આપતી વખતે એમએલસી ડોક્ટરની નોંધ હોવી જરૂરી પરંતુ તેઓ ચાર્જ હાજર રહી શકતા નથી. જ્યારે કોઇ દર્દીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે ત્યારે પણ તે દર્દીના સગાસંબંધીઓને તેના રિપોર્ટ માટે વારંવાર પુછપરછ અને ધક્કા ખાવા પડે છે જે અંગે અત્રેની કચેરીએ તેઓ દ્વારા વારંવાર મોખિક ફરિયાદોની રજુઆત કરવામાં આવી છે. ફરજ પર ક્યાં એમએલસી ડોક્ટરની ડ્યુટી છે તેનું લિસ્ટ પણ સીડીએમઓની કચેરી દ્વારા ફાળવવામાં આવતું નથી તેમજ આવા કેસોમાં સીડીએમઓની સહી અને સિક્કાની જરૂરીયાત ઉભી થતી હોય છે. જેથી કાયમી સીડીએમઓની છેલ્લા ૨ વર્ષથી ખાલી જગ્યા છે. તે જગ્યા કાયમી નિમણુક આપવા રજૂઆત કરી છે.
--------

Comments