Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ફોકીઆ-ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ પણ  CNG  પ્લાન્ટ માટે અમદાવાદવાળી કેમ ન કરે?

20 August


અમદાવાદ મહાનગરપાલિકા સડેલા શાકભાજી અને ફળોના ૮૦ ટન કચરામાંથી બનાવશે ૪ ટન સીએનજી ગેસ : ૭ એકરમાં બનશે બાયોગેસ પ્લાન્ટ : બાગાયતી ક્ષેત્રે વિકસીત કચ્છમાં કોર્પોરેટ જગત, ઔદ્યોગિક એકમો દ્વારા અનુસરણ થાય તે ઈચ્છનીય 

ગાંધીધામમાં નવું સ્મશાન(અંતિમધામ) બની રહ્યુ છે, તેમાં ચેમ્બરની મહેનત સારી અને ઉપયોગી થઈ 
તેવી જ રીતે સ્મશાનની બાજુમાં જ આવો પ્લાન્ટ બની જાય તો રંગ રહી જાય તેમ છે..!

અમદાવાદ મનપાની અનુકરણીય પહેલ : બાગાયતી વેસ્ટમાંથી સીએનજી બનાવવા કોર્પોરેટ જગત કરે અનુસરણ : અમદાવાદની જેમ પુર્વ કચ્છના દીનદયાલ પોર્ટે પણ કરી શકે છે અનોખી પહેલ



ગાંધીધામ : ડીઝલ-પેટ્રોલના વૈકલ્પીક ઉપયોગ માટે સીએનજીએ અને ગ્રીન હાઈડ્રોજન દીશામાં સરકાર દ્વારા અનેકવીધ ભગીરથ પ્રયાસો આગોતરી રીતે કરવામા આવી રહ્યા છે અને કચ્છમાં પણ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ક્રાંતીકારી કાર્યો ડીપીએ કંડલાના ઉપક્રમે થવાના શરૂ થવા પામી ગયા છે. તે દરમ્યાન જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ સીએનજી નિર્માણ બાયોગેસ પ્લાન્ટ મારફતે અને તેનો ઉપયોગ એએમટીએસની બસોમાં કરવાની દીશામાં એક અનુકરણીય પહેલ કરવામા આવી રહી હોવાની વાત સપાટી પર આવવા પામી છે તેવા સમયે કચ્છમાં પણ ખાસ કરીને પૂર્વ વીસ્તાર કે જયા હજુ સુધી સીએમજી પંપો ઉપલબ્ધ થવા પામી શકયા નથી ત્યાં અમદાવાદના મોડેલથી જ બાગાયસ ક્ષેત્રના વેસ્ટનોઉપયોગ કરી અને સીએમનજી નિર્માણમની દીશામાં ચોકકસથી વિચાર કરવો જ ઘટે અને આ માટે કચ્છમાં ફોકીઓ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ જેવી વીવિધ સંસ્થાઓ, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા, મુંદરા અદાણી જુથ સહિતનાઓએ ન માત્ર વીચાર કરવો ઘટે બલ્કે તેમાથી બોધપાઠ લઈ અને પૂર્વ કચ્છમાં આ વિચાર મુર્તિમંત કરી શકાય તે દીશામાં સક્રીયતા દાખવવી ઘટે. અમદાવાદ મહાનગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા અનુકરણીય પહેલ કરી છે. મહાનગરની મુખ્ય શાકમાર્કેટમાંથી દરરોજ નીકળતા શાકભાજી અને ફળોના ગ્રીન વેસ્ટનો નિકાલ કરવા સાથે તેમાંથી ઉપયોગી સીએનજી ઈંધણ બનાવવા પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદની મુખ્ય ચાર શાકભાજી અને ફ્રુટની માર્કેટ જમાલપુર, કાલુપુર, નરોડા અને એપીએમસી શાકમાર્કેટમાંથી દરરોજ નીકળતો સડેલા શાકભાજી અને ફળોનો વેસ્ટ હવે સીએનજીમાં રૂપાંતરિત કરી તેનો એએમટીએસની બસોમાં ઉપયોગ કરાશે. અમદાવાદ મનપાએ ૭ એકરથી વધુ વિસ્તારમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા આયોજન કર્યું છે. જેમાં દૈનિક ૮૦ થી ૯૦ ટન ગ્રીન વેસ્ટને પ્રોસેસ કરી ૪ ટન સીએનજી બનાવવામાં આવશે. આવો જ કચ્છ પુર્વ અને પશ્ચિમમાં થવો જોઈએ કચ્છમાં શાકભાજી અને ફળોનો મોટા પાયે ઉત્પાન થાય છે. તો પુર્વ કચ્છમાં દીનદયાલ પોર્ટ આગળ આવે અને પશ્ચિમ જીએમડીસી, અદાણી સહિત કોઈ આગળ આવું જોઈએ.
ક્ચ્છ જિલ્લાનો બાગાયતી ક્ષેત્રે ખુબ વિકાસ થયો છે. કચ્છમાં સડેલા ફળો અને શાકભાજીના વેસ્ટનો નિકાલ કરવા માટે કોઈ યોગ્ય પ્રણાલિ વિકસાવવામાં આવી ન હોવાથી ગ્રીન વેસ્ટનો આડેધડ નિકાલ કરવામાં આવે છે. કચ્છમાં સૌર ઉર્જા , પવનઉર્જાક્ષેત્રે ખુબ સારૂં કાર્ય થઈ રહ્યું છે. અત્યારે બાયોગેસ ક્ષેત્રે પણ અમદાવાદ મહાનગરપાલિકાની પહેલનું અનુસરણ કરવામાં આવે તો કચ્છમાં દરરોજ નીકળતા ગ્રીન વેસ્ટનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેવું કચ્છના પ્રબૃધ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. પુર્વ કચ્છમાં હજુ સીએનજી સ્ટેશન સ્થપાયા નથી. કચ્છમાં આવેલા મહાબંદરો, ઔદ્યોગિક એકમો અને કોર્પોરેટ જગત ગ્રીન વેસ્ટના નિકાલ માટે પહેલ કરે તે ઈચ્છનીય છે તેવું પ્રબૃધ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM