Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીનગરથી તપાસર્થે કચ્છમાં ઉતરેલા બ્રહ્મક્ષત્રીય ગોર ફરમાવે : જિલ્લા પશુપાલનમાં બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ જ કરો

20 August



પદ્વરમાં સબંધિત ગૌશાળા-સરપંચ-આઈસીડીપીના અધિકારીઓના નોંધાયા નિવેદનો 


ડો. બ્રહ્મક્ષત્રીય અમારૂ નિવેદન લીધું છે, આ ગંભીર બેદરકારીની તટસ્થ તપાસ થવા અને બેદરકારોની સામે ધાક બેસાડતા પગલા લેવાની અમે માંગ કરી છે : રાજેશભાઈ (સરપંચશ્રી)



ગાંધીધામ : પદ્વરમાં પશુઓને એકસપાયરી દવાઓ અપાયા હોવાના હોબાળાની અસર ગાંધીનગર કક્ષાએ પડી હોય તેમ તરત જ કચ્છ-પાટણ બનાસકાંઠાના ઝોનલ કક્ષાના અધિકારી પદ્વર રૂબરૂ દોડી આવ્યા હતા અને તેઓએ અહી સ્થળ તપાસ કરી ઘટનાની માહીતીઓ મેળવી હતી. આ વખતે ગામના સરપંચશ્રી, રજુઆત કર્તાઓ, આઈસીડીપીનાઅધિકારી અને જિલ્લાના ઈન્ચાર્જ પશુપાલન અધિકારી ડો.નાથાણી પણ હાજર રહ્યા હતા.  આ બાબતે સરપંચ રાજેશભાઈ સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, ડો. બ્રહ્મક્ષત્રીય રૂબરૂ આવ્યા હતા, નિવેદનો લીધા છે, અમે કડક તપાસની માંગ કરી છે અને જે કોઈ લાપરવાહો છે તેમની સામે પગલા લેવાની પણ માંગ અમારા નિવેદનમાં જ કરાઈ છે. તો વળી આ બાબતે ડો. નાથાણીએ જણાવ્યુ છે કે, પદ્વરવાળા કેસમાં ગાંધીનગરથી અધિકારી આવ્યા હતા અને તેઓએ પદ્વરમાં નિવેદનો લીધા છે, સ્થળ નિરિક્ષણ પણ કર્યુ છે, આઈસીડીપીનો કેમ્પ હતો તો તેમના અધિકારીઓના પણ નિવેદન લેવામા આવ્યા છે, આગળની કાર્યવાહી તેમની કક્ષાએથી થવા પામશે તેવુ જિલ્લા પશુપાલન ઈન્ચાર્જ અધિકારી ડો. નાથાણીએ જણાવ્યુ હતુ. બીજીતરફ ગાંધીનગરથી કચ્છ-પાટણ અને બનાસકાઠા જિલ્લાના સંયુકત નાયબ પશુપાલન ઝોનલ અધિકારી ડો. બ્રહ્મક્ષત્રીય કે જેઓ અગાઉ કચ્છમાં છ વર્ષ સુધી સેવા બજાવી ચુકયા છે તેઓએ ગત રોજ તેમની મુલાકાતમાં શું જોયુ તે સબબની તેમની પ્રતિક્રીયા જાણવાનો પ્રયાસ તેઓના ફોન કવરેજ ક્ષેત્ર બહાર જ આવતો રહ્યો હોવાથી વિફળ નીવડયો હતો.

Comments

COMMENT / REPLY FROM