કંડલામાં DRI ના દરોડાથી દાણચોરોમાં ફફડાટ : હવે કન્ટ્રી ઓફ ઓરીજીનના કૌભાંડીઓ આવ્યા રડારમાં
NIA ને સોંપો તપાસ : આતંકી કડીઓની કરો છાનબીન
પાકિસ્તાનથી ડાયરેકટર કે ઈનડાયરેકટર વેપાર પ્રતિબંધ હોવા છતા પણ પાકીસ્તાનથી રોકસોલ્ટ રવાના કરી અને તેને યુએઈના માર્ગેથી મોકલાયાના દર્શાવી મોટી ડયુટીચોરી આચરવા મથતી ટોળકી આવી સાણસામાં : અગાઉ ૪૭ કન્ટેઈનરો ઓપરેશન ડીપ મેનીફેસ્ટ તળે કેન્દ્ર સરકારે કંડલા-મુંદરામાંથી ઝડપ્યા હતા, તે બાદ વધુ ૮૦થી ૧૦૦ જેટલા કન્ટેઈનરો બાજુમાં મુકાવાઈ આદરાઈ તપાસ : મોટી ડયુટીચોરી નીકળશે
ગાંધીધામ : દેશના મહાંબંદરો પૈકીના બે મેાટા બંદરો કચ્છમાં કાર્યરત છે અને પાછલા અમુક સમયથી આ બંદરો પરથી મિસડીકલેરેશના એકને મુકીને બીજી કોમોડીટીના મોટા પ્રકરણો સિલસિલાવાર સતત બહાર આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ મુંદરા અને કંડલા બંદરો પર પણ રોકસોલ્ટ સિંધાવાના કન્ટ્રી ઓફ ઓરીજીનના કૌભાંડાનો ઓપરેશન ડીપ મેનીફેસ્ટ તળે ભારે તવાઈ જ ચાલી રહી હોય તેવા આંકડાઓ સામે આવવા પામી રહ્યા છે.દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર મુંદરા અને કંડલામાથી હજુ તો ગત સપ્તાહે જ એજન્સીએ અંદાજીત ૪૭ જેટલા આવા ડયુટીચોરીથી ઠલવાયેલા કન્ટરો પકડી પાડયા હતા અને તેની છાનબીન ચાલી જ રહી છે તે વચ્ચે જ ફરીથી કંડલા બંદરેથી આયાત થયેલા આવા જ ૧૦૦ જેટલા કન્ટેઈનરો
રોકસોલ્ટના વધુ સિજ કર્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. એજન્સીની આ મુજબની કડક કાર્યવાહીના પગલે કનટ્રી ઓફ ઓરીજીનના ગાલમેલ આચરનારાઓમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાની સ્થિતી સામે
આવવા પામી રહી છે. રોકસાલ્ટ હકીકતમાં દુબઈ કે યુએઈમાં થવા જ નથી પામતુ છતા પણ પાકીસ્તાનથી નીકળેલ આ રોકસોલ્ટના જથ્થાને દુબઈથી રવાના કરવામાં આવ્યુ હોવાનુ દર્શાવી અને આ કૌભાંડ આચરાઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. હકીકતમાં આ પ્રકરણની તપાસ વેળાસર જ એનઆઈએ જેવી એજન્સીને આપવી જોઈએ. અને આતંકવાદીઓ સાથેની આ પ્રકરણમા સીધી કે પરોક્ષ કોઈ સંડોવણી કે કડી મળવા નથી પામતીને? તેની ઉંડાણપૂર્વકની તપાસ થવી જ ઘટે.
....................
MHO -ડીઝલમાં ત્રાટકેલી દિલ્હી DRI કડકાઈ કરશે
- તો અમિત આણી ટોળકી તળે જ લંબાશે રેલો
વિદેશથી એમએચઓની આડમાં પ્યોર ડિજલ મંગાવવામાં અમિત ગેંગ પાછલા લાંબા સમયથી રહી છે ચકચાર : એજન્સીઓની પણ ઝપ્ટે ચડતી રહે છે, પરંતુ પૈસા અને મુંબઈમાં કેપ્ટન સબંધીના જોરે બધા જ કીસ્સાઓમાં સંકેલા કરી લેવામાં અમિત છે પાવરઘો, આ વખતે દિલ્હી ડીઆરઆઈ મચક આપવાના મુડમાં દેખાતી નથી
ગાંધીધામ : એમએચઓની આડમાં પ્યોર ડિજલની આયાત કરી રહેલી એક મોટી ટોળકી અને સિન્ડીકેટ કચ્છમાં સક્રીય હોવાની ચર્ચાઓ લાંબા સમયથી વહેતી થતી રહી હતી. હવે દિલ્હી ડીઆરઆઈ દ્વારા પણ આ બાબતે તવાઈ બોલાાવઈ છે. આમ તો દિલ્હી ડીઆરઆઈએ આજથી ત્રણેક માસ પહેલા પણ મુંદરામાં ત્રણેક મોટા જહાજને અટકાવી અને તેમાંથી એમએચઓને લગતા સેમ્પલો લેવામાં આવ્યા હતા પરંતુ તે વખતે ડીઝલ દાણચોરી આચરનારી આ કુખ્યાત ટોળકીએ વડોદરા લેબ સુધી છેડા અડાળી અને ત્યાંથી કલીનચીટ મેળવી લીધી હતી પરંતુ હવે ફરીથી દિલ્હી ડીઆરઆઈ શસ્ત્રોની ધાર વધારે તેજ બનાવી અને આ જ ટોળકી પર તવાઈ બોલાવી છે અને એમએચઓના નામે ડીઝલની દાણચોરી કરનારા એટલે કે એરોમેટીકસ્પીરીટ દેખાડી અને ડીઝલ્ની આયાત કરનારાઓ પર ફરીથી કાર્યવાહી આદરી હોવાનુ મનાય છે અને તેમાં જો ખરેખર ઉંડાણપૂર્વકની તટસ્થ તપાસ કરવામા આવશે તો અમિત આણી ગેંગ સુધી જ રેલો લંબાવવા પામી શકે તેવી વકી સેવાઈ રહી છે.
...............
પાકિસ્તાનથી માલ આયાત કરવા બેન પણ ખેલ હજુ’ય ચાલુ
ગાંધીધામ : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારત સરકારે ૨ મે ૨૦૨૫ થી પાકિસ્તાનથી કોઈપણ પ્રકારની સીધી કે પરોક્ષ આયાત અથવા ટ્રાન્ઝિટ વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ, પાકિસ્તાનથી આવતા માલ પર ૨૦૦% કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતી હતી.પ્રતિબંધ હોવા છતાં, કેટલાક વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને ખોટા દસ્તાવેજો અને ખોટા મૂળ બતાવીને માલ આયાત કરવાનો પ્રયાસ કરવાથી બચી રહ્યા નથી. આવા જ એક કેસમાં, ડ્ઢઇૈં એ મુંબઈના ન્હાવા શેવા બંદર પર આ કન્ટેનર પકડ્યા છે. આ કાર્યવાહી બે અલગ અલગ કેસોમાં કરવામાં આવી છે.
...............
પાકિસ્તાની માલને યુએઈનો આ રીતે દર્શાવાયો?
ગાંધીધામ : આ કન્ટેનરના દસ્તાવેજો દર્શાવે છે કે માલ દુબઈ થી આવ્યો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ ખરેખર
પાકિસ્તાનના કરાચી બંદરથી રવાના થયો હતો અને દુબઈના જેબેલ અલી બંદર દ્વારા ટ્રાન્સશિપમેન્ટ દ્વારા ભારત પહોંચ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું છે કે માલથી ભરેલો કન્ટેનર
પાકિસ્તાનથી જહાજ દ્વારા દુબઈ લઈ જવામાં આવ્યો હતો,
પછી બીજા કન્ટેનર અને જહાજ દ્વારા ભારત મોકલવામાં આવ્યો હતો. બધા દસ્તાવેજોમાં ખોટું બોલીને, તે ેંછઈ મૂળનો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
....................
પાકિસ્તાન સાથે નાણાકીય સંબંધો પણ ખુલશે?
ગાંધીધામ : પાકિસ્તાન અને UAE ના નાગરિકો દ્વારા માલનો વાસ્તવિક સ્ત્રોત છુપાવવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ડ્ઢઇૈં ની તપાસમાં પાકિસ્તાની સંસ્થાઓ સાથે સંબંધિત નાણાં વ્યવહારો અને નાણાકીય સંબંધો પણ બહાર આવ્યા છે. ગેરકાયદેસર ભંડોળ અને સુરક્ષાના સંદર્ભમાં આ ગંભીર ચિંતાનો વિષય છે.અગાઉ ઓપરેશન સિંદૂર દરમિયાન, ડ્ઢઇૈં એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની લિંક્સ ધરાવતા માલ પર પણ નજર રાખી હતી. હવે ઓપરેશન ડીપ મેનિફેસ્ટ દ્વારા, ભારત સરકારની નીતિ અને સુરક્ષા કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Comments