સુખપરના મનદીપસીંઘ સંધાની તરણ સ્પર્ધામાં સિદ્વિ
ભુજ : તાજેતરમાં ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે સી.બી.એસ.સી. કલ્સ્ટર વેસ્ટ ઝોનની સ્કૂલો માટેની તરણ સ્પર્ધા યોજાઈ હતી. સુખપર ભુજના તરણવીર મનદીપસીંઘ હરબીન્દરસીંઘ સંધા સમગ્ર હરીફાઈમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. તેઓએ પ૦ મીટર, ૧૦૦ મીટર, ર૦૦ મીટર, બટર ફલાય સ્ટ્રોકમાં ગોલ્ડમેડલ મેળવી પ્રથમ સ્થાને રહ્યા હતા. તેમજ ૪૦૦ મીટર વ્યક્તિગત મીડલેમાં ગોલ્ડમેડલ અને ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલની તરણ સ્પર્ધામાં સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ હતુૃં.
હવે તેઓ આગામી સપ્ટેબર માસમાં યોજાનાર નેશનલ લેવલની સ્વીમીંગ સ્પર્ધામાં હરીયાણાના રોહતક મધ્યે ભાગ લેવા જશે. તેઓને પ્રારંભીક તેમજ એડવાન્સ પ્રશિક્ષણ પારસ શુકલ તેમજ જયેન્દુભાઈ શુકલ દ્વારા તાલીમ, માર્ગદર્શન આપવામાં આવેલ હતો. આ સિદ્વિ બદલ ભુજ સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ક્લબ ભુજના કે.કે. હિરાણી, સંજય જયેન્દ્રભાઈ ઉપાધ્યાય, કુલદીપસીંઘ સંધા, દુપીન્દરકૌર દ્વારા અભિનંદન પાઠવેલ હતા.
------

Comments