ગળપાદર પાસે એસીટી લોજિસ્ટિકમાં ભીષણ આગ
આજે સવારે શોર્ટ-સર્કિટના કારણે ફાટી નીકળેલી આગમાં ફર્ચિનર, લેપટોપ વગેરે થયા ખાખ : બે ટુ-વ્હીલર વાહનો પણ આગની ઝપટે આવ્યા : પાંચ ફાયર ફાઈટરોએ કાબૂમાં લીધી આગ : ભીષણ આગથી કરોડથી વધુના નુકશાનની ભીતિ
ગાંધીધામ : આજે સવારે ૬ વાગ્યાના અરસામાં ગળપાદરમાં આવેલ એસીટી શિપિંગ અને લોજિસ્ટિકમાં ભીષણ આગના બનાવથી નાસભાગ મચી ગઈ હતો. શોર્ટ-સર્કિટના કારણે ફાટી નીકળેલી આગમાં એક કરોડ જેટલું નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના ગળપાદરમાં આવેલ એસીટી શિપિંગ એન્ડ લોજિસ્ટિકમાં આજે સવારે ૬ વાગ્યાના અરસામાં ઈલેકટ્રીક શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગમાં ઓફિસના ફર્નિચર, લેપટોપ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે આવી ગયેલ બે ટુ-વ્હીલર સ્કૂટર પણ સળગીને ખાખ થઈ ગયા હતા. બનાવની જાણ થતા કંડલા અને ગાંધીધામથી પાંચ જેટલા ફાયર ફાઈટરો ધસી આવ્યા હતા. આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે, આગ કાબૂમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલાં જ ઈલેકટ્રોનિક સાધનો, કચેરીના અગત્યના કાગળો, ફર્નિચર વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. ભીષણ આગના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવ સ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. સદ્દનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી.

Comments