માધાપરમા સરાજાહેર બે સગીરાની છેડતી થતાં ચકચાર
સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ પજવણી કરતાં મામલો પોલીસ સ્ટેશને
ભુજ : હાલમાં તહેવારના દિવસો વચ્ચે સગીરાઓની પજવણીના મામલ વધી રહ્યા છે, ત્યારે સભ્ય સમાજમાં ચિંતા જામી છે. ભુજના માધાપર ગામે રાત્રીના ૯ઃ૩૦ કલાકે બે સગીરા જતી હતી, ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ છેડતી કરતાં ચકચાર મચી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ઝાંસી કી રાણી સર્કલથી ગાંધી બાપુ સર્કલને જોડતા માર્ગ પર આ બનાવ બન્યો હતો. રવિવારે રાત્રે મોપેડ પર બે સગીરા જતી હતી, ત્યારે કાળા કલરની સ્કોર્પિયો ગાડી નંબર જી.જે. ૧ર એફડી ર૩૪રમાં શખ્સો આવ્યા અને સગીરાનો પીછો કરી તેઓને ગાડીમાં બેસવાની વાત કરી બિભત્સ માંગણી કરી હતી. આ ઘટનાને પગલે સગીરા હેબતાઈ ગઈ અને ઘરે ગઈ પરિવારને વાત કરી હતી. અને માધાપર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સાહિલ સમા અને તેની સાથેના બીજા બે અજાણ્યા ઈસમો સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીઆઈ ડી.એમ. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે. સરાજાહેર સગીરાઓની છેડતી કરતાં આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો તરફથી માંગ ઉઠી રહી છે.

Comments