કચ્છમાં પશુઓ માટેની સરકારી દવાઓની કાળાબજારી તો નથી થતીને? પદ્વરવાળી ઘટના વ્હીસલ બ્લોઅર સમાન...!
કચ્છ કલેકટર-ડીડીઓને જિલ્લા વ્યાપી તપાસના કેમ ન આપે આદેશ?
પદ્વરની સામે આવેલી ઘટના અને પશુપાલન અધિકારીનો ઉદાશીન વલણ વાળો જવાબ બન્ને કહેવાય ચિંતાજનક : આવુ અન્યતર નહી થતુ હોય તેની શું ખાત્રી?
પદ્વરના જાગૃત નાગરીકોની જેમ અન્ય વિસ્તારોમાં પણ ગૌશાળા સંચાલકો, પશુપાલકો દાખવે જાગૃતી, કયાંક તમારા ઢોર-પશુઓને પણ આવી જ રીતે એકસપાયરી ડેટવાળી દવાઓ તો નથી અપાઈ રહીને કે અપાઈ ગઈ ને?
સરકારી દવાઓનો ઉપયોગ કોઈ બની બેઠેલાઓ દ્વારા ખાનગી વિશેષ વર્ધીઓ પુરી કરવાને માટે તો વપરાશ નથી કરાતો ને? સરકારી કેમ્પમાં એકસપાયરી ડેટવાળી દવાઓ આપવી અને ખરી સરકારી દવાઓ સ્પેશ્યલ વર્ધીઓમાં ઉપયોગમાં લઈ ત્યાથી પણ પૈસા વસુલવાના અને સરકારના પગાર પણ ખાવા..આવા કૃત્યો તો કોઈ આચરતા નથી ને?
ખાટલે મોટી ખોટ : સરકારી દવાઓ ગેરવલ્લે થવાની વધી રહી છે ફરીયાદો, સવાલ એ થાય છે કે, આવી સરકારી દવાઓ જાય છે કયાં? ડીડીઓશ્રીકરાવે તપાસ : એપ્રીલથી અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત હસ્તક તથા આઈસીડીપી હેઠળ કેટલા કેમ્પ યોજાયા? કેટલી ઓપીડી થઈ? તેની સામે કેટલી દવાઓ વપરાઈ? કેટલો સ્ટોક છે? ઓપીડીની સામે દવાનો વપરાશ વધુ આવે તો આપોઆપ જ કાળા બજારીનો થઈ જાય પર્દાફાશ?
ગાંધીધમા : ગુજરાત રાજય સરકાર અને તેમનુ પશુપાલન વિભાગ રાજયના અબોલ જીવોની સુરક્ષા અને સ્વાસ્થય બાબતે સદાય ચિંતિત હોય છે. અને સમયાંતરે પશુઓ-અબોલજીવો માટેની સેવાતી ચીંતાની પ્રતીતી પણ થતી જ રહેતી હોય છે. પશુપાલન વિભાગ દ્વારા જ પશુઓના સ્વાસ્થયને જાળવવાની દીશામાં વિવિધ ગૌશાળામાંઓ પશુ આરોગ્ય શિબિર યોજવાની સુચનાઓ અપાયેલી જ છે. અહી પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા પંચાયત હસ્તક તથા આઈસીડીપી એમ બે રીતે પશુ શિબિરો યોજવામા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં જ ભુજ તાલુકાના પદ્વર ગામે એક ગૌશાળમાં તંત્ર દ્વારા આવો જ શિબીરનુ આયોજન કરાયુ હતુ જેમાં પાંચથી છ જેટલા પશુઓની ચકાસણી થવા પામી હતી અને તેમને જરૂરી દવાઓ એકસપાયરી ડેટની અપાઈ ગઈ હોવાની વિગતો સામે આવવા પામી ગઈ છે. અહી તો સ્થાનિક જાગૃત લોકોએ તંત્રને આવી એકસપાયરી ડેટ દવાઓ આપતા આબાદ પકડી લીધા છે, લોકો અને પશુપાલકો સ્થાનિકોએ જાગૃતી દાખવી એટલે અહી આ પ્રકારની બેદરકારી પકડાઈ જવા
પામી છે
સરકાર દ્વારા પશુઓને સ્વસ્થ રાખવા શિબીર યોજી તેમને જરૂરી સારવાર-દવાઓની કરાવે છે વ્યવસ્થા, પરંતુ પદ્વરમાં જે રીતે એકસપાયરી ડેટવાળી દવાઓનો વપરાશન અને જીલ્લા પશુપાલન અધિકારીનુ પણ કહેવુ કે, ગત વરસનો જથ્થો દવાનો વી ઓ કક્ષાએ ઉપયોગ કરાય તો અમને ખબર ન હોય, તે કહી શકાય ખુબ જ ગંભીર : જિલ્લા પશુપાલન તંત્ર ન માત્ર પદ્વર બલ્કે આ રીતે અન્ય જગ્યાઓ પર પણ થતુ હોવા સામે અજાણ રહી અને અંખ મિંચામણા જ નહી કરતુ હોય તેની શું ખાત્રી?હકીકતમાં આ બાબતે જિલ્લા સમાહર્તાશ્રીએ ડીડીઓને સુચના આપી અને આખાય જિલ્લમાં આ રીતે પશુઓને અપાતી દવાઓની માહીતીઓ ક્રોસ વેરીફાઈ કરાવવી જ ઘટે. સરકારી દવાઓ ગેરવલ્લે થવાની વધી રહી છે ફરીયાદો, સવાલ એ થાય છે કે, આવી સરકારી દવાઓ જાય છે કયાં? ડીડીઓશ્રીકરાવે તપાસ. એપ્રીલથી અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત હસ્તક તથા આઈસીડીપી હેઠળ કેટલા કેમ્પ યોજાયા? કેટલી ઓપીડી થઈ? તેની સામે કેટલી દવાઓ વપરાઈ? કેટલો સ્ટોક છે? ઓપીડીની સામે દવાનો વપરાશ વધુ આવે તો આપોઆપ જ કાળા બજારીનો થઈ જાય પર્દાફાશ?
...............
કોઈક તો આમળો કાન..!
કેમ્પમાં પશુધન નિરીક્ષકો દવાઓ-ઈન્જેકશન આપી શકે ખરા?
જવાબદાર અધિકારીઓ કેટલા આવા શિબિરોમાં જાય છે સ્થળ પર? ડીગ્રી વગરના અથવા તો લાયકાત ન હોવા ઉપરાંત દવાઓ અપાતી હોય તો તેઓ એકસપાયરી ડેટની દવાઓ છે કે નહી? ડીગ્રી વગરનો સ્ટાફ આપે તો તેમને કેવી રીતે ખબર પડે?
ગાંધીધામ : સરકાર તબકકે પશુઓની સ્વસ્થા જાળવવા માટે પશુ શિબીરો યોજવામા આવતા હોય છે. આવા જ એક કેમ્પમાં લાલીયાવાડી અપનાવાઈ હોય તેવો ખુલાસો તાજેતરમાં જ ભુજ તાલુકાના એક ગામમાં થવા પામી ગયો છે. અહી એકસપાયરી ડેટની દવાઓ અપાઈ તે અનેકવીધ રીતે તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ સવાલ એ થાય છે કે, પશુઓને આવી દવાઓ આપે છે કોણ? શું અધિકારીઓ સ્થળ પર હાજર હોય છે ખરા? કે પછી પશુધન નીરિક્ષકો પાસેથી મને-કમને આવા કામો કરાવવાની ફરજ પાડવામા આવી છે? જો પશુધન નિરિક્ષકો દ્વારા આ કાર્ય થતુ હાયે તો તેઓ આ કામ માટેની ડીગ્રીઓ ધરાવી રહ્યા છે ખરા? જવાબ જો નામા હોય તો પછી ડીડીઓશ્રીએ કડકાઈથી આ અંગે લાપરવાહોના કડક પુછાણા લેવા જોઈએ? પશુધન નીરીક્ષકો પાસેથી આવુ કામ કોણ કરાવી રહ્યુ છે? કોની સુચનાઓથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે?
.....................
- તો પૂર્વ કચ્છમાં ગોવિંદ સુધી કૌભાંડનો રેલો લંબાશે
આ ગોવિંદ શેનો સરકારી પગાર ખાય છે? કઈ ડીગ્રી તેની પાસે છે? શુ લાયકાત ધરાવે છે? કોના જોરે સરકારી દવાઓનો ગેરકાયદેસર કરે છે વેપલો? આ ગોવિંદના કડક પુછાણા લેવાશે તો જિલ્લા પંચાયતના મોટામાથાઓના નામો આવી શકે છે બહાર?
ગાંધીધામ : ભુજ તાલુકાના પદ્વરમાં પશુઓને એકસપાયરી દવાઓ વિતરણનો કિસ્સો સામે આવવા પામી ગયો છે. ત્યારે જાણકારો કહે છે કે, જો આ કૌભાંડની તપાસ ડીડીઓશ્રી કરાવશે તો ઘણુ બધુ બહાર આવશે અને પૂર્વ કચ્છના ગોવિંદ સુધી રેલા લંબાશે. જાણકારો કહી રહ્યા છે કે, આ ગોવિંદ સરકારી પગાર શેનો ખાઈ રહ્યો છે? તેની પાસે કઈ લાયકાત છે અને કયા પ્રકારના પદ પર તેને બેસાડવામાં આવ્યો છે? કોના ઈશારે આ બધુ ચાલી રહ્યુ છે? ગોવિંદના કડકાઈથી પુછાણા લેવાશે તો જિલ્લા પચાયતના મોટામાથાઓ સુધી રેલો લંબાઈ શકે છે.

Comments