સુખપર ગામે વધુ એક સનાતની મંદિરનું ભૂમિપૂજન
સુખપર : આવનારા સમયમાં ભુજ તાલુકાના સુખપર ગામે નરનારાયણ દેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા એક વિશાળ સનાતની મંદિર બનવા જઈ રહ્યું છે. આ નૂતન મંદિર મુખ્ય દાતા તરીકે લાલજીભાઈ દેવજી પટેલ અનુદાન આપવા તૈયારી બતાવાઈ હતી. દાતા પરિવાર અને ભુજ મંદિરના સંતો દ્વારો ગામના અગ્રણીઓ અને હરિભકતોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિરમાં ભગવાન શિવ, ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે તેવું સનાતની રમેશ વેકરીયાએ જણાવ્યું હતું.
-----

Comments