Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા પશુપાલન વિભાગની વધુ એક લાલીયાવાડી : એકસપાયરી ડેટ દવાઓ પશુશિબિરમાં પધરાવી દેવાઈ.!

18 August

જિલ્લા વિકાસ અધિકારી ધ્યાને ન લે.!



ભુજ તાલુકાના પદ્વર ગામમાં ગૌશાળામાં રાબેતા મુજબ ચેકીંગ દરમ્યાન જાગૃત લોકોએ પશુપાલન તંત્રને એકસપાયરી ડેટ દવાઓ આપતા રંગે હાથ પકડયા : સ્થાનિક હાજર વી.ઓ. પાસે કોઈ જ યોગ્ય કારણ ન હોવાનો સામે આવ્યો વર્તારો


આઈસીબીપી હસ્તકનો કેમ્પ પદ્વરમાં યોજાયો છે, પ્રથમ તેઓની જ જવાબદારી બની રહે, દવાઓ હાલના કવોટની જ અપાઈ હોય પરંતુ ગયા વરસની પડતર દવાનો ઉપયોગ જો સ્થાનિક વી.ઓ.એ કર્યો હોય તો જિલ્લા પશુપાલન વીભાગ તેનાથી અજાણ જ હોય..! : ઈન્ચાર્જ જિલ્લા પશુપાલન અધિકારી ડો. નાથાણીએ વધુ એક વખત આપી ઉડાઉ અને હાથ ખંખેરતી પ્રતિક્રીયા


ખાટલે મોટી ખોટ : એકસપાયરી ડેટવાળી દવાઓનું વિતરણ કરવાનુ રહસ્ય શું? આવા શિબિર પશુઓ માટે યોજવા કેટલા બનશે લાભદાયી? સૌથી મોટો સવાલ તો એ છે કે, એકસપાયરીડેટવાળી દવાઓ પધરાવાયા છે, તો મુળ યોગ્ય દવાઓનો જથ્થો કયાં પગ કરી જાય છે? કેમ સ્ટોક વેરીફીકેશન ઉચ્ચ કક્ષાએથી કરવામાં નથી અવતુ? : પદ્વરવાળી જિલ્લમાં અન્યત્ર ઠેર-ઠેર નહી કરવામાં આવતી હોય તેની શું ખાત્રી? સરકારી દવાઓ ગેરવલ્લે થવાની વધી રહી છે ફરીયાદો!




ગાંધીધામ : કચ્છમાં પશુપાલન વિભાગ તદન ભગવાન ભરોસે ચાલી રહ્યુ હોય તેવી એક પછી એક ઘટનાઓ સતત સામે આવવા પામી રહી છે. કચ્છમાં પશુપાલનમાં જિલ્લાકક્ષાએ કોઈ જ ધણીધોરી કે નિર્દેશ આપનાર અથવા તો કોઈ જ પ્રકારનુ મોનીટરીંગ કરનાર કે નિયંત્રણ કરનાર ન હોય તેવી ગંભીર ઘટનાઓ સતત બનવા પામી રહી છે. દરમ્યાન આવી વધુ એક લાલીયાવાડી આજ રોજ ભુજ તાલુકાના પદ્વર ગામના જાગૃત લોકોએ ખુલ્લી પાડી દીધી છે. આજ રોજ અહી આઈસીડીપી અંતર્ગત પશુઓ માટેનો કેમ્પ યોજવામા આવ્યો હતો અને તે કેમ્પમાં અપાયલી દવાઓ એકસપાયરી ડેટ વાળી અપાઈ હોવાનુ સામે આવવા પામી ગયુ છે. આ વિષય ખુબજ ગંભીર કહી શકાય તેમ છે. આ અંગે તપાસ થવી ઘટે. 
બીજીતરફ આ બાબતે જિલ્લા પશુપાલન ઈન્ચાર્જ અધિકારી ડો.નાથાણીને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, અમારી કક્ષાએથી બધી જ ચોકકસાઈ કરી અને દવાઓ વીતરણ કરવામા આવતી હોય છે, વીઓ કક્ષાએથી જો વર્તમાન સમયની દવાઓ હોવા ઉપરાંત પણ ગત વરસનો સ્ટોક દવામાં લઈ જવાયો હોય તો એ બાબતે પશુપાલન વિભાગને જાણ ન હોય તે સ્વભાવિક છે? આમ કહી અને ડો. નાથાણીએ વધુ એક વખત તાલુકાસ્તરે જ બેદરકારી દાખવાતી હોવાનુ કહી અને જિલ્લાની કોઈ જ જવાબદારી બનતી જ ન હોવાની પ્રતિક્રીયા આપી હાથ ખંખરી લીધા હતા. હકીકતમાં તો જીલ્લાના અધિકારીની તમામ કક્ષાએ સીધી જ જવાબદારી બની રહેતી હોય છે, આઈસીબીપીનો જો કેમ્પ હોય અને તેના જવાબદાર અધિકારી પણ બેદરકારી દાખવતા હોય તો તેમની સામે પણ ચકાસણી કરવી, મોનીટરીંગ કરવુ અને પશુઓને એકસપાયરી ડેટની દવાઓ ન અપાય તે જોવાની અંતિમ અને મુખ્ય જવાબદારી તો જિલ્લા પશુપાલન અધિકારીની જ બનતી હોવાનુ જાણકારો કહી રહ્યા છે. 
અહી આઈબીપીના ડો. રામાણીનો સંપર્ક સાધવાનો પ્રયાસ તેમના ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી પ્રતિક્રીયા જાણી શકાઈ ન હતી. તો સ્થાનિકે વી.ઓ. શ્રી ચૌધરીની સાથે વાતચીત કરવામા આવતા તેમણે જણાવ્યુ હતુ કે, એકસપાયરી ડેટ દવા આવી ગઈ છે, પાંચેક પશુઓની જ અમે ચકાસણી કરી છે, એથી વધુ પશુઓને હાલમાં ચકાસવામા આવ્યા નથી તેવુ શ્રી ચૌધરીએ જણાવ્યુ હતુ. તો વળી પદ્વર ગામે જાગૃત એકત્રીત થયેલા લોકોએ આ તકે કહ્યુ હતુ કે, ગત મહીને પણ આવો જ પશુશીબીર અહી યોજાયો હતો અને તેમાં પણ એકસપાયરી ડેટની દવાઓ જ પશુઓને અપાઈ હતી, જાગૃત વર્ગ તે વખતે આવે અને પશુપાલન વિભાગની લાપરવાહીને ખુલ્લી પાડે તે પહેલા તો સંકેલાઓ કરી અને તેઓ જતા રહ્યા હતા, આ વખતે જાગૃત નાગરીકોએ પુરેપુરી હાજરી આપી, નજર રાખી અને એકસપાયરી દવાઓ અપાઈ તે બાદ તરત જ પશુપાલન વિભાગના સ્ટાફને અટકાવી અને પુછાણા લીધા હતા? જેના સ્થળ પર હાજર રહેલાઓએ કોઈ સચોટ જવાબો આપી શકયા ન હતા.


..................


અગાઉ પણ સરકારી દવાઓ ગેરવલ્લે થયાની ઉઠી હતી ફરીયાદ :
તે વખતે સંકેલો ન કરાયો હોત તો આ બનાવ અટકી ગયો હોત.!




ગાંધીધામ : પશુપાલન વિભાગમાં અંધેરરાજની સ્થિતીએ તંત્ર ચાલી રહ્યુ છે. સરકારી દવાઓ ગેરવલલે થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. આજે ભુજના પદ્વર ગામે આ સમસ્યા સામે આવી છે. કહેવાય છે કે આજથી બેથી ત્રણ માસ પહેલા જ ભુજ તાલુકાના જ અન્ય એક ગામમાં સરકારી દવાઓ ગેરવલ્લે કરાઈ હોવાની મોટી ફરીયાદ સામે આવી હતી અને તે પ્રકરણમાં પણ પગલા લેવાના બદલે જિલ્લા પશુપાલન વિભાગ કક્ષાએથી ભીનુ જ સંકેલી લેવાયુ હતુ. ઓપીડીની સામે દવાઓનો જથ્થો હજારો ઘણો વધુ અપાઈ ગયો હોવાની ફરીયાદ થઈ હતી, જો તે વખતે જ ધાક બેસાડતી કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ કરાઈ હોત તો કદાચ પદ્વરમાં આજની ઘટના બની ન હોત તેમ જાણકારો કહી રહયા છે.

 

Comments

COMMENT / REPLY FROM