Trending News
સ્થાનિક સમાચાર

વઢવાણ-લખતર હાઈવે પર ભયાનક અકસ્માતઃ ગાંધીધામના મહિલા સહિત આઠના મોત

18 August



બે કાર ટકરાતા આગ ભાટી નીકળી : ઘાયલોને સારવાર માટે ખસેડાયા 

ગાંધીધામ :  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં આઠ લોકોના મોત થયા છે. 
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. જે બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ આગ ફાટી નીકળી હતી.  
અકસ્માતની જાણ થતાંની સાથે સ્થાનિકો, પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કડું ગામથી કાર મારફતે સુરેન્દ્રનગર જઈ રહેલા પરિવારનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બનાવમાં આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.  સામે આવેલી માહિતી પ્રમાણે 
મૃતકોમાં કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. ૬૦, રહે. ભાવનગર), પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. ૩૫, રહે. ભાવનગર), રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. ૩૨, રહે. ભાવનગર), દિવ્યશ્રીબા 
પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. ૧૦ મહિના, રહે. ભાવનગર),  નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. ૫૮, રહે. જામનગર), રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. ૫૨, રહે. લખતર), મીનાબા વિરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. ૪૯, રહે. લખતર), દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. ૩૫, રહે. ગાંધીધામ-કચ્છ)નો સમાવેશ થાય છે.  આ બનાવમાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  

 

Comments

COMMENT / REPLY FROM