Trending News
સ્થાનિક સમાચાર

ચોપડવા નજીક પથ્થરની ફોલ્ડિંગ દીવાલમાં બાઈક ઘૂસી જતા બે યુવકનાં મોત 

18 August


સિનુગ્રા પાસે ટ્રક કન્ટેનરમાં ઘૂસી જતા ચાલકનો જીવ ગયો : પ્રાગપરમાં ટ્રેઈલરની  ટક્કરે બાઈક ચાલક યુવકનું મોત 


ભુજ : જિલ્લામાં તહેવારના દિવસો દરમિયાન સામે આવેલી અકસ્માતની ઘટનાઓમાં ચાર લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ભચાઉ તાલુકાના ચોપડવાથી લુણવા જતા રોડ પર આવેલ મહાકાળી કોલસા કંપનીની સામે વળાંકમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. ભચાઉ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ભદ્રેશ્વરમાં રહેતા ર૪ વર્ષિય મહેશ પ્રભુભાઈ કોલી બાઈક લઈને જતા હતા ત્યારે વળાંકમાં પથ્થરની ફોલ્ડિંગ દીવાલમા બાઈક ઘૂસી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે ચાલક મહેશ તેમજ પાછળ બેઠેલા નિલેશને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા પ્રકાશને છોલછામ તેમજ માથામાં ઈજાઓ અને શરીરે ફ્રેક્રચર સહિતની ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. તો અંજાર તાલુકાના સિનુગ્રા ગામે સીમમાં બીજો અકસ્માત થયો હતો. ટ્રક નં.જીજે૩૬ - ટી - ૯ર૩૦ ના ચાલક રાજસ્થાનના બાબુસિંહ ખીમસિંહે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવતા આગળ જતા કન્ટેનર નં.જીજે૩૯ - ટી - ૮ર૯૦ મા પાછળના ભાગે ભટકાવતા ફરીયાદી વિરેન્દ્રસિંહ જાલમસિંહને ઈજાઓ થઈ હતી. જ્યારે બાબુસિંહને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. આ તરફ મુન્દ્રામાં પ્રાગપર ચોકડી પાસે આવેલ આશાપુરા મંદિરની પાછળ જયમલજીની હોટલની સામે સર્વિસ રોડ પર અકસ્માત થયો હતો. ફરિયાદી નાના કપાયામાં રહેતા જીગર ઉર્ફે જીગો ધનજીભાઈ સોંધમના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રેઈલર નં.આરજે ૧૯ - જીડી - ૮૧૪૮ ના ચાલક પૃથ્વીસિંહ મંગલસિંહે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી પલ્સર બાઈકના ચાલક હીરેન ગાંગજી સોંધમની બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું, જ્યારે બાઈકની પાછળ બેઠેલા જીગરને ઈજાઓ થઈ હતી. જેથી પ્રાગપર પોલીસમાં ટ્રેઈલર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM