Trending News
સ્થાનિક સમાચાર

ગામનો વીડિયો ઉતારવા બાબતે ચુનડીમાં ધીંગાણુ

18 August



સામ સામે ૧૬ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ 

ભુજ : ભુજ તાલુકાના ભરૂડિયાની બાજુમાં આવેલા ચુનડી ગામે ધીંગાણુ થયું હતું. મોબાઈલમાં ગામનો વીડિયો ઉતારવા બાબતે મારામારી થતા ૧૬ લોકો સામે ફરિયાદ થઈ હતી. 
ફરિયાદી લધુભા ખેતુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે સાહેદ ધીરૂભા ભીમજી જાડેજા પોતાના મોબાઈલમાં ચુનડી ગામના રોડનો વીડિયો બનાવ્યો હોઈ જેમાં આરોપી સહદેવસિંહ ભુરૂભા જાડેજાનું પણ શૂટિંગ થયું હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સહદેવસિંહે ધીરૂભાને ધકબુસટનો માર માર્યો હતો. આરોપીઓએ ઈરાદો પાર પાળવા માટે મંડળી બનાવી ધોકા ધારણ કરી મારા મારી કરતા પ્રવીણસિંહ શિવુભા જાડેજાને હાથમાં ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે મહિપતસિંહ જાડેજા, ભરતસિંહ ભુરૂભા જાડેજા, ભુરૂભા દાનસંગજી જાડેજા, સહદેવસિંહ ભુરૂભા જાડેજા, હરપાલસિંહ દીલુભા જાડેજા, અનિરૂદ્ધસિંહ ભરતસિંહ સોલંકી, યુવરાજસિંહ સુલતાનસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ રવુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે હરપાલસિંહ દીલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, સાહેદ સહદેવસિંહ ભુરુભા જાડેજાનો વીડિયો બનાવ્યો હોઈ તે બાબતની બોલાચાલીમાં આરોપીઓએ ધોકાવડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ત્રણ ટાંકા તેમજ યુવરાજસિંહ સુલતાનસિંહ જાડેજા, ભરતસિંહ લધુભા સોલંકી, સુલતાનસિંહ દાનસંગજી જાડેજાને ઈજાઓ થઈ હતી. બનાવ અંગે જગુભા ભીમજી જાડેજા, પ્રવીણસિંહ ખેતુભા જાડેજા, લધુભા ખેતુભા જાડેજા, ધીરૂભા ઉર્ફે હરપાલસિંહ ભીમજી જાડેજા, પ્રવીણસિંહ શિવુભા જાડેજા, જયદીપસિંહ સાહેબજી જાડેજા, ક્રિપાલસિંહ ભૂપતસિંહ જાડેજા, ભરતસિંહ ભૂપતસિંહ જાડેજા સામે માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસે સામ સામે ફરિયાદ નોંધાઈ આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM