Trending News
સ્થાનિક સમાચાર

કસ્ટમના ભ્રષ્ટ અજીત-ચંદન ફરી મેદાનમાં : કાસેઝના સાચા વેપારીઓને પજવણી, ભ્રષ્ટાચારી સાથે ભાગબટાઈ ? : ગાંધીધામ DRI કેમ ચુપ..?

18 August

મુંદરાના કડક-તટસ્થ કમિશ્નર નીતીન શૈની ધ્યાન આપે.!


કેમીકલને ઈમ્પોર્ટ કરી મેન્યુફેકચરીંગ-પ્રોસેસ સાથે સંકળાયેલા એક યુનિટને કાસેઝમાં પાછલા કેટલાક સમયથી સોફટ તાર્ગેટ કરવમાં આવ્યા હોવાની ચકચાર : આવા સાચા અને નીતીથી ચાલી રહેલા વેપારીઓનો ખો આવા જ અમુક ભ્રષ્ટ ડીઆરઆઈના બની બેઠેલાઓએ કાઢી નાખ્યો, વેપાર-ધંધો ડાયવર્ટ કરાવી મુંદરાના વેરહાઉસ પાર્ટી તરફ વાળવાનું કૃત્ય કોણે આચર્યુ? જો ઉંડી તપાસ કરવામા આવશે તો ઘણુ બધુ બહાર આવશે? : દિલ્હી-અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકી ગાંધીધામ-કંડલા-મુંદરામાં  સફળ કેસો કરી જાય છે, તો સ્થાનિક ડીઆરઆઈને કેમ આવી કોઈ જ બાતમી મળતી નથી? તેની પાછળનું રહસ્ય શું?

કસ્ટમના કયા ભ્રષ્ટ ચંદનના સબંધીના વેરહાઉસ-સીએફએસ માં ધંધાઓ ડાયવર્ટ કરવા મુંદરામાં ભ્રષ્ટ અજીત યોજે છે પેંતરા :ઝોનના સાચા વેપારીઓને હેરાન કરવા, સાચી ખોટી કવેરીઝ કાઢવી અને તેમનાથી તગડી રકમો માંગવી, એટલે સાચો વેપારી ધંધો જ છોડવાનુ મન બનાવી લે, અથવા તો તેના વિરૂદ્ધમાં ઉચ્ચસ્તરે સાચી-ખોટી ફરીયાદો કરી તેને ધરપકડો કરાવી અને તે સાચા વેપારીની પાર્ટીઓને મુંદરમાં બની બેઠેલભ્રષ્ટ ચંદનના સબંધીના વેરહાઉસ-સીએફએસમાં ધંધાઓ ડાયવર્ટ કરવાનું ચાલે છે મહાકૌભાંડ : જાણકારોની લાલબત્તી



ગાંધીધામ : કંડલા-કાસેઝમાં અગાઉ કસ્ટમ વિભાગમાં સેવા બજાવતી વખતે પણ ભારે વિવાદમાં રહેલા તથા તે સમયે પણ પોતાના સબંધીઓના નામે રીતસરના ઝોન બહાર વેરહાઉસ લેવડાવી અને પ્રતીબંધિત વિદેશી સિગારેટ પ્રકરણમાં ભારે ચકચારમાં રહેલા અજીત-ચંદન ફરીથી લાંબા સમય બાદ આ જ મેદાનમાં આવી ઉતર્યા હોય તેવી ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, અજીત અને ચંદનના કાસેઝમાં થયેલા કારનામાઓ થકી બન્નેની બદલી અમદાવાદ સહિતના વિસ્તારમાં થવા પામી ગઈ હતી પરંતુ તે પૈકીનો અજીત હવે ફરીથી મુંદરામાં ગોઠવાઈ જવા પામ્યો છે અને તેણે મુંદરામાં બેઠા બેઠા જ સ્થાનિકે તો સેટીંગ કરી લીધુ છે ઉપરાંત ગાંધીધામ ડીઆરઆઈમાં પણ પોતાના જ આળતીયા મળતીયાઓને ગોઠવી અને એક આયોજનબદ્ધ નેટવર્ક વિકસાવ્યુ હોવાનો બળાપો હાલમાં કેટલાક ભોગગ્રસ્ત વેપારી વર્ગમાથી ચર્ચાવવા પામી રહ્યો છે. 
જાણકારો કહી રહ્યા છે કે, આ ભ્રષ્ટ અજીત-ચંદન આણી ટોળકીએ હવે ફરીથી કંડલા-કાસેઝના અલગ અલગ ધંધાઓ પર પોતાનુ એકહથ્થુ સામ્રાજય ઉભુ કરવાની દીશામાં છાનું નેટવર્ક ઉભુ કર્યુ છે. જેમાં કાસેઝના સાચા અને પદ્વતિસર પ્રમાણિકતા સાથે વેપાર કરી રહેલા અમુક મોટા વેપારીઓને તાર્ગેટ કરવામા આવી રહ્યા છે. હાલમાં પણ દિલ્હી કક્ષાએથી એજન્સી આવી અને આવા વેપારીના થોકબંધ કન્ટેઈનરોને અટકાવી અને કનડગતો ઉભી કરવામા આવી હતી એટલુ માત્ર જ નહી પણ વેપારીની અટકાયાત પણ કરવામાં આવી હોવાનુ મનાય છે. આમ થવાથી સાચા વેપારીના મનોબળ તુટી રહ્યા છે અને તે વેપારીનો જે વ્યપાર ધંધાની લાઈનો હતી તે આ અજીત-ચંદન આણી ટોળકી પોતાના લાગતા વળગતાઓના મુંદરામાં આવેલા સીએફએસ તથા વેરહાઉસ તરફ ડાયવર્ટ કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. જો આમને આમ ચાલતુ રહ્યુ તો સાચો વેપારી કાસેજ-કંડલાથી મોઢું ફેરવી જશે અને આવી ભ્રષ્ટ સિન્ડીકેટનો ધંધા-વેપાર પણ મોટો કબ્જો આવી જશે જેનો ભોગ અન્ય તમામ વેપારી વર્ગ સહિતનાઓને બનવાનો વારો આવશે તેમ લાબત્તીધરાઈ રહી છે. અહી જાણકારો કહી રહ્યા છે કે, દિલ્હી હોય કે પછી અમદાવાદ ડીઆરઆઈ મુંદરામાં અને કંડલા સહિતમાં ઠેર ઠેર તપાસ માટે આવે છે એન સફળ કેસો કરી જતી હોય તો પછી ગાંધીધામ ડીઆરઆઈને કેમ આવી કોઈ જ બાતમી નથી મળતી? અથવા તો ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા આવા કડક ધાક બેસાડતા કેસો કેમ કરવામાં નથી આવતા? જયારે કે દિલ્હી અને મુંબઈ કરતા તો કંડલા-મુંદરામાં ગોબાચોરીઓ થતી અટકાવવાની પ્રાથમિક જવાબાદરી તો ગાંધીધામ ડીઆરઆઈની બનવા પામતી હોય છે? તેઓ કેમ ચૂપ રહે છે? ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અમદાવાદથી મુંદરામાં ગોઠવાઈ ગયેલ અજીત-ચંદનની ટોળકીએ જ ગાંધીધામ ડીઆરઆઈમાં પણ પોતાના જ આળતીયા મળતીયાઓને ગોઠવી રાખ્યા છે? અને આ બધાય સાથે મળી અને ઝોન અથવા કંડલાનો સાચાર વેપારીઓનો કસવાળો વ્યાપાર-ધંધો છે તે પોતાના સબંધીઓના મુંદરા સ્થિત સીએફએસ અથવા તો વેરહાઉસ તરફ જ ડાયવર્ટ કરવામાં લાગી ગયા છે. તેના માટે સાચા વેપારીની સામે શામ-દામ-દંડ-ભેદની જે જરૂર પડે તે તમામ હથકંડાઓ અમાજવતા હોવાનુ પણ ચર્ચાય છે. જાણકારો તો એટલે સુધી કહે છે કે, હાલમાં પણ કાસેઝના એક પ્રતિષ્ઠીત વેપારીને પણ પાછલા ચારેક મહીનાથી દિલ્હી ડીઆરઆઈ સમક્ષ સાચી ખોટી રજુઆતો કરી-કરાવી અને કનગડતો કરાઈ છે અને તેમનો પણ દેનિક ૧૦૦થી વધુ ગાડીઓનો વ્યાપાર આ ટોળકીએ મુંદરા બાજુ ડાયવર્ટ કરી લીધો છે. અહી નોધનીય છે કે, તાજેતરમા જ મુંદરામાં આવા જ ભ્રષ્ટાચારીઓ સામે નવનિયુકત કસ્ટમ કમિશ્નરશ્રી નીતીન શૈનીએ ધોક્કો પછાડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી અને આઠ જેટલાઓનાપરવાના ધડાધડ રદ કરી દીધા છે, જો શ્રી શૈની આ અજીત-ચદન આપી ટોળકીએ વકરાવી દીધેલ ભ્રષ્ટ નેટવર્ક-સિન્ડીકેટ તરફ પણ વક્રદ્રષ્ટી કરશે તો અનેકઘણુ સામે આવવા પામી શકે તેમ હોવાનુ ચર્ચાયછે.


...................


કાસેઝમાં ફેબ્રીકના કૌભાંડીઓ પર કાર્યવાહી છતા કયા
ભ્રષ્ટ અજીતની મહેરબાનથી બેનામી ધંધો પુરજોશમાં!


ફેબ્રીકમાં એન્ટી ડમ્પીંગ ડયુટીની ચોરીનો ચાલે છે આયોજબદ્ધ કૌભાંડ : પીવીસી દેખાડી પીયુ કોટીંગ લઈ અવાય છે, તો વળી સાતથી દસ ટાકા ડયુટીવાળો માલ દેખાડી કાગળ 
પર અને ર૦૦ ટકા ડયુટીવાળુ ફેબ્રીકના ધડાધડ આવી રહ્યા છે કન્સાઈનમેન્ટ : કાસેઝથી હવે મુંદરા તરફ આ ધંધો ડાયવર્ટ થતો હોવાની છે ચકચાર : મુંદરાના ભ્રષ્ટ અજીતના ઈશારે ડીઆરઆઈમાંથી સ્થાનીકેથી કોણ પાડી રહ્યુ છે ખેલ?


ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં થોડા સમય પહેલા જ ફેબ્રીકના આયાતી કન્ટેનરોને એજન્સીએ મુંદરામાં અટકાવ્યા બાદ કાસેઝ સુધીતેની તપાસ લંબાઈ હતી. આ તપાસ દિલ્હી ડીઆરઆઈ દ્વારા કરવામા આવી હોવાનુ મનાય છે અને રીતસરની કાસેજમાં સબંધિત ફેબ્રીકવાળી બહુચર્ચિત પેઢીના વેરહાઉસમાં બે દીવસ મુકામ જ કરી દીધો હતો. અંદાજીત ૭૦થી વધુ જેટલા કન્ટેઈનરોએકઝામિશેનર હેઠળ લેવાયા છે અને તેની હજુય તપાસ એકતરફ ચાલી રહી હોવાનુ ચર્ચાય છે તો બીજીતરફ આ જ કૌભાંડી પેઢીના વેરહાઉસમાં એ જ પ્રકારની મોડસઓપરેન્ડીથી ફેબ્રીકનો ધંધો પુરજોશમાં ધમધમી રહ્ય હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે કસ્ટમના ભ્રષ્ટ અજીતના આ પેઢી પર ચાર હાથ રહેલા છે અને તેના ઈશારે જ આ ફ્રેબીકવાળાના કન્ટેઈનરો અગાઉના પ્રમાણમાં પણ વધારે બેખોફીથી આવી જ રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM