Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં ૧૮ લાખની લોન મંજૂર કરાવી ઠગાઈ કરાઈ

15 August


અંજાર : શહેરમાં લોન મંજુર કરાવી આધેડ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ અંજારમાં રહેતા મુન્નાવર કાસમ રાયમાએ જણાવ્યું કે, આરોપીઓ આદીપુરના ભાવેશ મોહનલાલ શાહ અને ભુજના ટાઈમ સ્કવેરમાં દુકાન ધરાવતા મલીક મનીષ ઠક્કર નામના શખ્સોએ ગુનાહિત કાવત્રું રચી ફરિયાદીના કારખાનામાં નવું મશીન ખરીદવાનું હોઈ જેની લોન મંજુર કરાવી આપવાની બાંહેધરી આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવી અંજાર ઈન્ડિયના બેંકમાં ફરિયાદીના ખાતામાં ૧૮ લાખની લોન મંજુર કરાવી આ લોનની રકમ બારોબાર બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફરિયાદીને મશીન કે લોનની રકમ ન આપી ઠગાઈ કરી હતી. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM