Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત : ગુજરાતના ર૮ અધિકારીઓને મળ્યો એવોર્ડ

14 August


સ્વતંત્રતા પર્વ પૂર્વે રાષ્ટ્રપતિ મેડલની કરાઈ જાહેરાત : કચ્છમાં ફરજ બજાવી ગયેલા આઈપીએસ પીયુષ પટેલને વિશિષ્ટ સેવા એવોર્ડ 

ગાંધીનગર : રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ ૧૦૯૦ કર્મીઓને ૧પ મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.  જેમાં ગુજરાત રાજ્યના ર૩ અધિકારીઓન તેમની વિશિષ્ટ અને પ્રશસનીય સેવા બદલ એવોર્ડ જાહેર કરાયો છે. 
કચ્છમાં ફરજ બજાવી ગયેલા અને હાલે એસીબી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ગયેલા આઈપીએસ પટેલને વિશિષ્ટ પોલીસ સેવા એવોર્ડથી સન્માનીત કરાયા છે. તેમની સાથે ડીવાયએસપી મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. સ્વતંત્રતા દિવસ પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને મેડલ એનાયત કરાશે. વિશિષ્ટ સેવા એવોર્ડ બદલ  પિયુષ પરસોત્તમદાસ પટેલ-ડાયરેક્ટર ગુજરાત, મુકેશ જગદીશચંદ્ર સોલંકી - ડેપ્યુટી સુપ્રિન્ટડેન્ટ અને પ્રશંસનીય સેવા માટે શરદ જીતેન્દ્રપ્રકાશ સિંધલ-આઈજી, ખુમાનસિંહ નાનાભાઈ ડામોર- આઈજી, રાકેશ પ્રવિણકુમાર બારોટ - ડીઆઈજી, બાબુભાઈ લીલાભાઈ દેસાઈ - ડીઆઈજી, મહાવીસરિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા - ડીઆઈજી, ભુપેન્દ્રકુમાર નટવરલાલ દવે - એસપી, કમલેશ અરૂણ પાટીલ - એએસઆઈ, મિલિંદ બાલકૃષ્ણ સુરવે - પીઆઈ, અનિલકુમાર ગામિત - એએસઆઈ, પરેશકુમાર ધીરજલાલ પટેલ (એએસઆઈ), લલિતકુમાર પૂનમચંદ જોષી - પીઆઈ, રાકેશસિંહ ભાદોરીયા - હે.કો., રાજેન્દ્રસિંહ સોલંકી - એએસઆઈ, સહદેવભાઈ દેસાઈ - એએસઆઈ, વિનોદકુમાર વદલ (એએસઆઈ), વિક્રમસિંહ નટુભા જાડેજા - હે.કો., વિષ્ણુસિંહ રાઠોડ - પીએસઆઈ, પંકજસિંહ રાણા - પીએસઆઈ, વિરેન્દ્રસિંહ ચાવડા - એસએસઆઈ, રમેશકુમાર ત્રિપાઠી - કોન્સ્ટેબલ, બકુલ પરમાર - એએસઆઈ એવોર્ડ જાહેર કરાયા છે. 

Comments

COMMENT / REPLY FROM