અંતરજાળના વેપારીના બેંક ખાતામાંથી ૯૫ હજાર ઉપાડી લેવાયા
મિત્ર હોવાનું જણાઇ આવતા રૂપિયા મોકલ્યા જોકે બાદમાં માલુમ પડ્યું ઠગાઈ થઈ છે
ભુજ : હાલ સોશિયલ મીડિયા મારફતે ઠગાઈના અવનવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અંતરજાળના વેપારી સાથે ૯૫ હજારની ઠગાઈનો બનાવ બન્યો હતો.આ બાબતે અંતરજાળમાં રહેતા હેમંત સુરેશ મોતા નામના ફરિયાદીએ આદિપુર પોલીસમાં જણાવ્યું કે, તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને પોતે રાજુ બોલતો હોવાનું કહ્યું હતું ફરિયાદીને તેનો મિત્ર રાજુ યાદવ હોવાનું જણાયું હતું આરોપીએ ફરિયાદીને વોટ્સએપમાં મેસેજ મોકલ્યો કે તેણે પૈસા મોકલ્યા છે અને સ્કેનર મોકલી આપવા જણાવતા રૂપિયા મોકલ્યા હતા. બાદમાં ફરિયાદીના ફોનમાં ટેક્સ મેસેજ આવ્યો હતો જે પાછળથી આપોઆપ ડિલીટ થઈ ગયો હતો ફરિયાદીને વોટ્સએપ પર ખાતામાં રૂપિયા મોકલ્યા અંગેના સ્ક્રીનશોટ મોકલી વિશ્વાસમાં લઈ ફરિયાદીએ આરોપીએ આપેલા મોબાઈલ નંબર અને સ્કેનર પર કુલ નવ વખત ટ્રાન્જેક્શન કરીને ૯૫૦૦૦ મોકલી આપ્યા હતા જોકે ફરિયાદીના ખાતામાં કોઈ રૂપિયા જમા થયા ન હતા.જેથી રાજુ નામના માણસ તેમજ અન્ય ત્રણ મોબાઇલ ધારક મળી ચાર ઇસમ સામે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments