Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.નું ભરતી કૌભાંડઃ કઈકના દામનમાં ડાગ લગાડશે?

14 August

બાત નીકલેગી તો બહોત દુર તક જાયેગી..!




એક આસી.રજીસ્ટ્રાર અને ચાર સેકસન ઓફીસરની ભરતીપ્રક્રીયા સરકારે રદ કરી દીધા બાદ હવે ફરીથી નામદાર અદાલતના આદેશથી રપમી સુધી થંભજાવનો આદેશ આવી જતા જીલ્લાના ઉચ્ચ શિક્ષણ આલમમાં ઉઠયા વીવિધ તર્કવિતર્કો

ખાટલે મોટી ખોટ : સરકારશ્રીએ જ સમીતીની રચના કરી, જીણવટભરી સ્થળ તપાસ કરાવી, તમામના નિવેદનલ લીધા બાદ અહેવાલ આપ્યો હતો, શું હવે સરકાર ખુદના જ રીપોર્ટને નામદાર અદાલતમાં ખોટો કરાર કરશે ખરી? બિલ્કુલ નહી? એટલે આ પ્રકરણમાં પણ કાયદાના હાથ લાંબા હોવાનુ પુરવાર થશે જ? જો કે, સવાલ તો એ પણ થાય છે કે, નામદાર અદાલતમાં બે લોકોએ પ્રાર્થના અરજી કરી, પણ સ્થગિત પાંચેને છુટ્ટા કરવાનુ રખાઈ ગયુ? તેની પાછળનું રહસ્ય શું? શું કોઈને પણ છુટા કરે છે અને ભરતી ખોટી થયાનુ પુરવાર થાય છે તો રેલો કઈક મોટા મોટા મહાનુભાવો-માથાઓના પગ તળે પણ આવી શકે તેવી ભીતી સતાવી રહી છે?

આજે નહી તો કાલે સબંધીતો પર પગલાની તલવાર તો તોળાઈ જરહી છે? જો ભરતી રદ થાય તો આ ભરતી કરનારી સિલેકશન કમિટી અને તેના સભ્યો પણ આપોઆપ આવી જશે તપાસના દાયરામાં? અને જો એ બધાયની તપાસ આદરાઈ અને મોઢા ખુલવા પામ્યા તો શા માટે, કોના કહેવાથી, શેની અવેજીમાં નીયમોની નેવે મુકીને ભરતી કરી દેવાઈ? તે માહીતીઓ બહાર આવશે તો રાષ્ટ્રીય હિતોથી સંકળાયેલ સંસ્થાના બની બેઠેલાઓના પગ તળે પણ રેલો આવશે? : પ્રબુદ્ધવર્ગનો સુચક ઈશારો


ગાંધીધામ : કચ્છને અનેકવીધ રજુઆતો અને ઝુંબેશરૂપ લડત બાદ મળેલી સ્વતંત્ર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવસિટી શરૂઆતના અમુક સમય બરાબર ચાલ્યા બાદ તેમાં સતત એકને મુકીને બીજો અને બીજાને મુકીને ત્રીજો વિવાદનો મધપુડો છંછેડાતો જ રહે છે. દરમ્યાન જ હાલમાં પણ કચ્છ યુનિ. એક આસીટન્ટ રજીસટ્રાર અને ચાર સેકસન ઓફીસરની ભરતી પ્રક્રીયા બહાલ કરવામા આવી હતી જેની સામે જાગૃત લોકો સહિતનાઓએ અનેકવિધ આધાર-પુરાવાઓ સાથે આ પ્રક્રીયામાં ગેરરીતી અથવા તો પારદૃશિતા ન દાખવાઈ હોવાના સવાલો ઉભા કર્યા હતા જે બાદ સરકારશ્રી તબક્કેથી ફરીયાદોની તપાસ કરવા માટે સમીતીની રચના કરવામા આવી હતી અને એ સમીતીએ ભુજ બે અથવા તો ત્રણ દીવસ પડાવ નાખી અને રજુઆત કર્તા બધાયને સાંભળ્યા હતા. આ સમીતી પરત ગયા બાદ લાંબા સમય સુધી એક યા બીજા કારણોસર નિર્ણય પેન્ડીંગ રહ્યા બાદ તાજેતરમાં જ તા. ૮મી ઓગષ્ટના રોજ સરકાર હાઈ શિક્ષણ કમિશ્નર વિભાગ કક્ષાએથી કચ્છ યુનિ.માં પત્ર છુટયો અને આ આખેઆખી ભરતી પ્રક્રીયા જ રદ કરવાનો આદેશ અપાઈ ગયો હતો. આ આદેશની જાહેરાત થવા પામતા જ સત્ય મેવ જયતે સહિત કેટલાય સબંધીતો ખુશ થયા હતા કે અંતે કાર્યવાહી થઈ તો ખરી? પરંતુ રાબેતામુબજ જ કચ્છ યુનિી.માં અમુક બની બેઠેલાઓની સિન્ડીકેટ દ્વરા આ પ્રકરણમાં નવો વળાંક લાગી અને નામદાર હાઈકોર્ટમાંથી હાલતુરંત સરકારના આદેશને સ્થગિત રાખવાનો ઓર્ડર મેળવી અવાયો હોવાથી રપમી સુધી બધુ જ સ્થગિત રહી જવા પામ્યુ છે. 
આવામાં બીજીતરફ હવે શિક્ષણ આલમના તજજ્ઞો અને જાણકારો કહી રહ્યા છે કે, સરકારશ્રીએ આદેશ આપ્યા બાદ પણ જેમની સામે કાર્યવાહી ગણતરીના સમયમાં થઈ જવી જોઈએ તેમને સમય કેમ આપવામાં આવ્યો? તેની પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે? શા માટે તાત્કાલીક અસરથી જ આ પાંચેયને છુટ્ટા ન કરી દેવામા આવ્યા?પ્રબુદ્વવર્ગ તો એમ પણ કહી રહ્યો છે કે, કચ્છ યુનિ.નું ભરતી કૌભાંડ સંભવત રીતે કઈકના દામનમાં ડાઘ લગાડી શકે તેમ છે. કારણ કે, સરકારશ્રીના આદેશની જેવી અમલવારી કરવાની આવશે તો આ પાંચેની ભરતી કરનાર સમીતી પણ સીધી જ શંકાના દાયરામાં આવી જવા પામશે? આ સમીતી પણ કોઈ નવા સવાની નથી હોતી તેમાં તજજ્ઞો મુકવામા આવતા હાય છે જેઓ નીતી નિયમોને બખુબીથી જાણતા હોય છે? હવે સરકારશ્રીએ જ ભરતી રદ કરવાનો હુકમ કરી દીધો તેનો અર્થ કે, તપાસ સમીતીના અહેવાલમાં આ ભરતી પ્રક્રીયામાં નિયમોની અનદેખી સામે આવી જ ગઈ છે? જો એમ થયુ હોય તો જયારે આ પાંચની ભરતી કરાવમા આવી ત્યારે જે સમીતીએ સિલેકશન કર્યુ તેઓના ધ્યાને કેમ અનિયમિતાઓ કે પસંદગી પાત્રતાઓ ન હોવાનુ ધ્યાને ન આવ્યુ? અથવા તો શુ તે પૈકીનાઓ પણ કોઈ આ ભરતી નીયમોને નેવે મુકીને જ કરવામા આવે તેની તરફેણના હતા? જો એમ હતુ તો કેના કહેવાથી અને શેની અવેજીમાં આવુ કૃત્ય કરાવમા આવ્યુ હતુ? આ બધાય પ્રશ્નો આગામી સમયમાં કચ્છ યુનિ.મા તથા જિલ્લાની ઉચ્ચ શિક્ષણ આલમમાં પણ ચોકકસથી ઉઠવા પામશે તેવુ પણ જાણકારો માની રહ્યા છે અને તેથી જ કઈકનાપગ તળે આ પ્રકરણમાં રેલો આવે તો નવી નવાઈ નહી કહેવાય.

Comments

COMMENT / REPLY FROM