ગાંધીધામ સમીપેના ખાનગી સીએફએસમાં પડેલા ૮ કન્ટેઈનરમાં એકશન :શો કોઝ નોટીસની તૈયારી
દુબઈના મનીષ જૈનના ગાંધીધામના જુના જોગી સાગરીતો કોણ?
સીંધાલુણ(મીઠ્ઠુ) પાકીસ્તાનથી લવાયુ, જાહેર કરાયુ દુબઈથી, એવા ૪૭ કન્ટેઈનરો ઝડપાયા, આ પહેલા આવેલા આઠ કન્ટેઈનરોમાં આગળ ધપતી તપાસ : કન્ટ્રી ઓફ ઓરીજીનમાં ગાલમેલ કરનારાઓને એજન્સી કારણ દર્શક નોટીસની ફટકાર લગાવશે : જો તલસ્પર્શી તપાસ થશે તો ઘણુ બધુ બહાર આવશે
ગાંધીધામ : પાકીસ્તાનમાં રોકસોલ્ટને કન્ટ્રી ઓફ ઓરીજીનલ અલગ દર્શાવી અને ભારતમાં ઘુસાડી મોટા પ્રમાણમાં ડયુટીચોરી કરવાની પ્રેકટીશ લાંબા સમયથી ચાલી જ રહી છે. દરમ્યાન જ દુબઈમાં બેઠેલ મનીષ જૈન નામનો સૌ અલગ અલગ દાણચોરોનો મુખ્ય આક્કા આ તમામ વસ્તુઓ ભારતના અલગ અલગ પોર્ટ પર ઠાલવતો જ રહેતો હોય છે.
તે વચ્ચે જ કચ્છમાં પણ રોકસોલ્ટ હકીકતમાં પાકીસ્તાનથી રવાના કરવામા આવ્યા હતા પરંતુ તેને બીલ ઓફ એન્ટ્રીમાં દુબઈના દર્શાવી અને કન્ટ્રી ઓફ ઓરીજીનમાં ચેડા કરીઅને ડયુટીફેરની તગડી રકમો ખાઈ લેવાનો કીમીયો અજમાયીશ કર્યો હતો. આવા આઠ જેટલા કન્ટેઈનર ગાધીધા સમીપેના ખાનગી સીએફએસમાં એકાદ માસ પહેલાથી બાજુમાં મુકાવી દેવાયા હતા.
હવે આ આઠ કેન્ટેઈનરોમાં જે અનુસારની આશંકા પ્રવર્તતી હતી તે મુજબ જ કન્ટ્રી ઓફ ઓરીજીનના ભોપાળા અથવા તો કયાક ને કયાંક કસ્ટમ નીતી નિયમો અને ફોરેન ટ્રેડ પોલીસના ધજાગરા ઉડાળીને લવાયા હોવાની આશંકા પ્રાથમિક તપાસમાં વધુ પ્રબળ બની હોય તેમ આ આઠ
કન્ટેઈનરો અંગે હવે તંત્ર હરકતમાં આવી જવા પામ્યુ છે અને સબંધિત પાર્ટીને શો કોઝ નોટીસ ફટકારવાની તૈયારીઓ થવા પામી ચૂકી હોવાનુ મનાય છે. રોકસોલ્ટના આવા કન્ટેઈનરોને લઈને હવે કાર્યવાહી થવાના ભણકારાથી આ પ્રકારની ડયુટીચોરી કરનારાઓમાં આંતરીક રીતે ફફડાટ જ ફેલાવવા પામી ગયો હોવાનો વર્તારો દર્શાય છે.
......................
૪૭ રોકસોલ્ટવાળા કાંડમાં જો જો તપાસને ડાયવર્ટ ન કરી દેવાય!
દીલ્હી ડીઆરઆઈએ રેડ કરી છે, અને ગુજરાતના ૪ આયાતકારો તરફ તપાસ આગળ વધી રહી હોવાની વાત કોઈના ગળે ઉતરે એમ નથી? મીઠુ દિલ્હી-મુંબઈ તરફ જ જતુ હોવુ જોઈએ?
ગાંધીધામ : તાજેતરમા જ કડલા-મુંદરા બંદરેથી અંદાજીત ૪૭ જેટલા કન્ટેઈનરો રોકસોલ્ટના પકડી પાડવામા આવ્યા છે અને તેની વધુ આગળની તપાસ ચાલી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં ગુજરાતના ચાર જેટલા આયાતકારોની સામે તપાસનો એંગલ સેટ કરાયો છે. હકીકતમાં અહી ધ્યાન આપવાની જરૂર છે કે, દિલ્હી ડીઆરઆઈ અહી આવીને ત્રાટકી છે એટલે તેમની પાસે સ્પેશીફીટ ઈનપુટસ પહોચેલા જ હતા, અને તેઓ સફળ રેઈડ કરી છે, દિલ્હી માહીતી પહોચી છે એટલે કન્ટેઈનરો પણ ત્યાં જ જતા હોવા જોઈએ. ગુજરાતના ઈમ્પોર્ટસ કદાચહોઈ શકે પરંતુ મુખ્ય સુત્રધારો તો દિલ્હી-મુંબઈ બાજુના જ હોવા જોઈએ. આ તપાસ કયાંક ડાયવર્ટ ન થઈ જાય તે જોવાની પણ તાતી જરૂરીયાત છે.
........................
કચ્છમાં રોકસોલ્ટ પકડાયું, હવે ખજુરનું શું કરવું? દાણચોરો મુંજાયા?
એક તરફ ખાંઈ-બીજી તરફ કુવો : મુંબઈ તો વધારે જ ટાઈટ છે...!
મુંદરા કસ્ટમ કમિશ્નર પદે નીતીન શૈનીએ આવતા જ ધોક્કો પછાડી દીધો, આઠ સીએચએના લાયસન્સ રદ કરી દેવાનો ઐતિહાસીક પગલુ લઈ લીધુ, તો વળી મુંબઈ ડીઆરઆઈમાં શ્રી પાંડેજી છે સેવારત, તેમની છબી પણ કડક અધિકારી જ છે, રોકસોલ્ટ બાદ કચ્છમાં ખજુર પણ ઠાલવવા માંગતી દાણચોરી ટોકળીના નીકળેલા કન્ટેઈનર હવે ડાયવર્ટ કંયા કરવા તેની મુંઝવણમાં હોવાનો વર્તારો
ગાંધીધામ : કચ્છમાંથી એજન્સીએ કન્ટ્રી ઓફ ઓરજીનના ભોપાળાવાળા ૪૭ કન્ટેઈનર રોકસોલ્ટના પકડાય છે. જાણકારો કહી રહ્યા છે કે, આ જથ્થો દુબઈ બેઠેલ મનીષ જ મોકલાવી રહ્યો છે. ન માત્ર રોકસોલ્ટ પણ તેની સાથે સાથે દુબઈથી ખજુરના પણ કન્ટેઈનરો આ જ રીતે ડયુટીચોરી સાથેના તેની પાછળ પાછળ જ નીકળી જવા પામયા હતા. પરંતુ એક યા બીજી રીતે રોકસોલ્ટના આ કન્ટેઈનરો એજન્સીની સતર્કતાથી અટકાવી દેવામા આવતા હવે દુબઈથી નીકળી ગયેલા ખજુરના આવા જ કન્ટેનરોને કયા ઠાલવવા? તેની વિમાસણ આ દાણચોર ટોકળીને થઈ ગઈ હોવાનુ મનાય છે. કારણ કે, મુંદરામાં રોકસોલ્ટ પકડાઈ ગયા છે, હવે ખજુર તો અહી આવી શકે નહી, મુંબઈ તરફ ડાયવર કરવા જાય છે તો ત્યાં ડીઆરઆઈના હેડ શ્રી પાંડે મુંદરા કરતા પણ કડકાઈ દાખવી રહ્યા છે.

Comments