ભુજમાં લીગલ સર્વિસ ક્લિનીકનું ઉદ્દઘાટન
ભુજ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી (નાલ્સા)ના ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં મુખ્ય જિલ્લા ન્યાયધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજ કચ્છના અધ્યક્ષ દિલીપ પી.મહીડાના માર્ગદર્શન હેઠળ “નાલ્સા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫” અંતર્ગત ભારતીય સેનાના જવાનો, એક્સ સેર્વીસમેન તથા તેમના પરિવારને વિનામુલ્યે કાનૂની સેવા અને સલાહ પૂરી પાડવાના હેતુથી ભુજ મુકામે જિલ્લા સૈનિક વેલ્ફેર એન્ડ રીસેટમેન્ટ ઓફીસ, ૧૧૪, સેવા સદન, ભુજ ખાતે “લીગલ સર્વીસ કલીનીક” ની સ્થાપના કરવામાં આવી હતી.
આ લીગલ સર્વીસ કલીનીકનું ઉદ્દઘાટન ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના મુખ્ય ન્યાયધીશ સુનીતા અગ્રવાલના હસ્તે ઓનલાઈન મોડથી કરવામાં આવ્યું હતું તથા “નાલ્સા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫” લીગલ સેર્વીસ કલીનીક ખુલ્લી મુકવામાં આવી હતી. આ ઉદ્દઘાટન પ્રસંગે ભુજ મુકામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના સચિવ બી.એમ.પ્રજાપતિ, જિલ્લા સૈનિક વેલફેર ઓફિસર કચ્છના આસિસ્ટન્ટ એચ.એમ. લીમ્બાચીયા, બ્રીગેડીયરશ્રી રણવીરસિંઘ વશીષ્ઠ, વીએસએમ, કર્નલ શિરીષસિંઘ,એસએસઓ ભુજ, પી.ડી. ધોળકિયા, પ્રીન્સીબેન સાગરપોત્રા, પીએલવી તથા જિલ્લા સૈનિક બોર્ડ કચ્છના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
-----

Comments