Trending News
સ્થાનિક સમાચાર

માનકુવા પોલીસ સ્ટેશનમાંથી લૂંટનો ખુંખાર આરોપી પોલીસને ચકમો આપી ફરાર

13 August


રાત્રે જમવાનું આપવા ગયા ત્યારે છાતીમાં દુઃખાવો થતો હોવાનું કહી બહાર આવી પીએસઓને ધક્કો મારી આરોપી છૂ

ભુજ : ગાંધીધામ તાલુકાના ખારીરોહરના એવા કુખ્યાત શખ્સને માનકુવાના લૂંટના ગુનામાં દબોચવામાં આવ્યો હતો. આ આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતા ચકચાર મચી છે. રાત્રે છાતીમાં દુઃખતું હોવાનું કહી બહાર આવી આરોપી ભાગી ગયો હતો.  જાણવા મળતી વિગતો મુજબ માનકુવા પોલીસ દ્વારા લૂંટના ગુનામાં ખારીરોહરના ઉમર ઊર્ફે શકીલ કારા કટીયાની ધરપકડ કરવામાં આવી હતી. તે પોલીસ કસ્ટડીમાં હતો. રાત્રે તેને જમવાનું આપવા માટે પીએસઓએ લૉકઅપ ખોલ્યું તે સમયે છાતીમાં દુઃખતું હોવાનું બહાનું કરીને તે બહાર નીકળ્યો હતો બાદમાં પીએસઓને ધક્કો મારીને પોલીસ મથકમાંથી નાસી છૂટ્યો હતો. હાજર પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તે અંધારામાં ભાગી જવામાં સફળ રહ્યો હતો.  ગત ૧૬ જૂલાઈની મધરાત્રે ત્રણ વાગ્યે સુખપર પાસેથી ઈકો કાર લઈ પસાર થતાં અખબારના ફેરિયાને અટકાવી, ગળા પર છરી રાખીને ઉમર અને તેનો સાગરીત મુસ્તાક સોઢા સાત હજાર રોકડાં રુપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બાઈક પર નાસી છૂટ્યાં હતા. જે ગુનામાં આરોપીની અટક કરવામાં આવી હતી. હવે કુખ્યાત આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતા તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નાકાબંધી સાથે પૂર્વ કચ્છ પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.


 

Comments

COMMENT / REPLY FROM