Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં નવો વળાંક : રપમી સુધી સરકારના પરિપત્ર પર થંભજાવનો આદેશ 

13 August



આસી. રજીસ્ટ્રાર અને ચાર સેકશન ઓફિસરને છુટા કરવાના આદેશ પર હાઈકોર્ટની રોક 



એજ્યુકેશન કાઉન્સિલની  બેઠકમાં પાંચયને છુટા કરવાનો નિર્ણય લેવાયો તેના સમાંતરે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી : અદાલતે રાજય સરકારના ૬ ઓગસ્ટના આદેશ પર કચ્છ યુનિ.ને કોઈ નિર્ણય ન લેવા કર્યો હુકમ



આજ રોજ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નામદાર હાઈકોર્ટ દ્વારા આગામી રપમી સુધી સરકારશ્રીએ કરેલા પરિપત્રની અમલવારી ન કરવા અને યથાવત સ્થિતી રાખવાનો હુકમ આવતા સર્વાનુમત્તે ઠરાવ કરી અને રપમી સુધી સરકારશ્રીના આદેશની અમલવારી સ્થગિત કરાઈ છે, વધુમાં સરકારશ્રીનું આગળની પ્રક્રીયા માટેનું માર્ગદર્શન પણ મેળવાયું છે : 




ભુજ :ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના બહુચર્ચિત ભરતી કૌભાંડમાૃ નવો વળાંક આવ્યો છે. ગત છઠ્ઠી ઓગસ્ટના રાજય શિક્ષણ વિભાગે કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને ચાર સેકશન ઓફિસરની ભરતી રદ કરવા હુકમ કર્યો હતો. ગેરકાયદેસર ભરતી થયેલા ઉમેદવારોને છુટા કરવાના સરકારના આદેશનો ૧રમી ઓગસ્ટ સુધી અમલવારી કરવામાં ન આવતાં વિવાદનો વંટોળ સર્જાયો હોત. દરમ્યાન મંગળવારે એજ્યુકેશન કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં સરકાર દ્વારા ભરતી રદ કરવાના આદેશનો શબ્દશઃપાલન કરવાનો નિર્ણય લેવાયો હતો. ઈસીની બેઠકમાં કુલપતિ ડો. મોહન પટેલ અમેરિકાથી ઓનલાઈન જોડાયા હતા. આ બેઠકમાં ઈસીના ૧૬માંથી ૧૪ સભ્યો હાજર રહ્યા હતા. 
જો કે ઈસીની બેઠકની સમાંતરે  જ ઉમેદવાર સંકલ્પ વૈષ્ણવે કરેલી અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગને ભરતી રદ કરવાના નિર્ણયમાં થયેલા વિલંબ સહિતના કેટલાક વેધક સવાલો પુછયા હતા. ગુજરાત હાઈકોર્ટે હાલ તુરંત સરકારના ૬ ઓગસ્ટના આદેશ પર યુનિવર્સિટી કોઈ નિર્ણય ન કરી શકે તેવો હુકમ કર્યો હતો.ગુજરાત હાઈકોર્ટે સરકાર, નાયબ સચિવ, ઉચ્ચ શિક્ષણ કમિશનર અને કચ્છ યુનિવર્સિટીને નોટીસ આપી આગામી સુનાવણી માટે રપમી ઓગસ્ટની તારીખ આપી છે. બીજીતરફ ઈસી દ્વારા લેવાયેલ નિર્ણયની ભલામણ આજે બપોરે મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બોર્ડ ઓફ મેનેજમેન્ટનની બેઠકમાં નામદાર હાઈકોર્ટ દ્વારા અપાયેલ નિર્દેશને અનુસરતો ઠરાવ સર્વાનુમત્તે પસાર કરવામા આવ્યો છે. આ અંગે કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આજ રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટમેની બેઠક યોજાઈ ગઈ છે, દરમ્યાન જ પાંચ પૈકીના બે ઉમેદવારોના કેસમાં નામદાર હાઈકોર્ટ દ્વારા સરકારશ્રીના પરિપત્રની અમલવારીઆગામી રપમી ઓગષ્ટ ર૦રપ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય આવ્યો છે જેના આધારે આજ રોજ બોર્ડ એાફ મેનેજમેન્ટની બેઠકમાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરી અને રપમી સુધી સરકારશ્રીના પરિપત્રની અમલવારી મોકુફ રાખવામા આવી છે. તે ઉપરાંત આગળની વધુ કાર્યવાહી માટે સરકારશ્રીનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યુ હોવાનુ શ્રી ગોરે કહ્યુ હતુ. 


 

Comments

COMMENT / REPLY FROM