Trending News
સ્થાનિક સમાચાર

કંડલા-મુંદરામાં ઝડપાયેલ રોકસોલ્ટ કાંડની તપાસ એનઆઈએને સોપો : ટેરર-એંગલની કરો છાનબીન

13 August

પહેલગામ જેવા હુમલાના આતંકીઓને નાણા આમ તો નથી પહોંચતા ને?




દિલ્હી ડીઆરઆઈએ બોલાવ્યો છે સપાટો : કંડલા-મુંદરામાથી કન્ટ્રી ઓફ ઓરીજીનના ફેરફાર વાળા થોકબંધ કન્ટેનર્સ ઝડપ્યા : કસ્ટમ-ડીઆરઆઈની કક્ષાએ તપાસ કરવાનું કામ નથી, આ કેસને ખુબજ ગંભીરતાથી લેવાની જરૂર છે


ખાટલે મોટી ખોટ : રોકસોલ્ટ મીઠું દુબઈથી અવ્યાનું ડીકલેર કરેલું છે, કોઈક તો આ દાણચોરોને પુછો કે, રોકસોલ્ટ દુબઈમાં થાય છે કયા? પાકીસ્તાનથી જ આ જથ્થો ભારતમાં ઠલવાયો છે? મોટી ડયુટીચોરી કરી ભારતમાં પહેચતા નાણા આતંકવાદીઓને ઘર આંગણે ભારતમાં અરાજકતા ફેલાવવા તો કયાંક નથી પહોચી રહ્યા ને? કસ્ટમ-ડીઆરઆઈના અધિકારીઓ માટે આ તપાસ ઘણી કપરી બની રહેશે, નેશઈલ ઈન્વેસટીગેશનની ટીમને જ આ પ્રકરણની વેળાસર સોપવી જોઈએ તપાસ


ગાંધીધામ : ભારતના બે મોટા બંદરો કંડલા અને મુંદરા પાછલા અમુક સમયથી સતત ચર્ચામાં આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ આ બન્ને બંદરો પર કન્ટ્રી ઓફ ઓરીજીનના મોટા કૌભાંડનો પર્દફાશ દિલ્હી ડીઆરઆઈ દ્વારા કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ઓપરેશન ડીપ મેનીફેસ્ટો તળે દિલ્હી ડીઆરઆઈ દ્વારા દેશના અલગ અલગ વિસ્તારોમાં બાજ નજર રાખી અને સર્ચ કરવામા આવી રહ્યુ હતુ તે દરમ્યાજ કંડલા-મુંદરા બંદર પર પણ ૪૭ જેટલા કન્ટેઈનરો દુબઈથી આવેલા દર્શાવેલા હતા જે હકીકતમાં પાકીસ્તાન મુળના હોવાનુ સામે આવવા પામી રહ્યુ હોવાથી તેને સીઝ કરી અને આગળની તપાસ હાથ ધરવામા આવી રહી છે. હાલમાં પ્રાથમીક તબક્કે નવ કરોડ રૂપીયાનો મુદામાલ જે પાકીસ્તાન મુળનો છે તેને જપ્ત રી લેવાયો છે. 
આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૧,૧૧૫ મેટ્રિક ટન માલ વહન કરતા ૩૯ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે જે આયાત નીતિની શરતો અને સરકાર દ્વારા પાકિસ્તાની મૂળના માલના પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે, એમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.પહલગામ આતંકવાદી હુમલા બાદ, સરકારે ૨ મે, ૨૦૨૫ ના રોજથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ થતા માલના પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા 
પરિવહન પર વ્યાપક પ્રતિબંધ લાદ્યો હતો.અગાઉ, આવા માલ પર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી. આ કડક પગલાં હોવા છતાં, કેટલાક આયાતકારો માલના મૂળની ખોટી જાહેરાત કરીને અને સંબંધિત શિપિંગ દસ્તાવેજોમાં ફેરફાર કરીને સરકારી નીતિને બાયપાસ કરવાનો પ્રયાસ કરે છે.અહી જયારે તપાસ ચાલી જ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પાકીસ્તાની મુળનો માલ દુબઈથી નિકાસ કરાયો હોવાનુ દેખાડી અને ભારતમાં આવી ગયો, નવ કરોડ રૂપીયા તેની કિમંત અત્યારે અંદાજવામાઆવી રહી છે, ત્યારે જાણકારો સ્પષ્ટ કહી રહ્યા છે કે, આ કેસની તપાસ કસ્ટમ અને ડીઆરઆઈ કક્ષાએ ન થવી જોઈએ. બલ્કે રાષ્ટ્રની સુરક્ષાની દ્રષ્ટીએ સૌથી મોટી એવી નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કરાવી ઘટે. કસ્ટમ અને ડીઆરઆઈ આ કેસની તપાસમાં ધણી જ ટુંકી પડી જશે. કારણ કે, કન્ટ્રી ઓફ ઓરીજીન ચેન્જ કરી અને ધરખમ ડયુટી ફેરફારથી દાણચોરી કરી તગડી રકમ કયાંક ભારતમાં અને ભારતમાં જ આતંકીઓને ઘર આંગણે મળતી હોય તેવુ તો નથી ને? આ કેસને હળવાશથી લેવાના બદલે ગંભીરતાથી ઉંડાણપૂર્વક તપાસ કરવી ઘટે. જો એનઆઈએને તપાસ સોપવામા આવશે તો અનેકવિધ ખુલાસાઓ આ પ્રકરણમાં થવા પામી શકે તેવી વકી સેવાઈ રહી છે.

...............



 

Comments

COMMENT / REPLY FROM