Trending News
સ્થાનિક સમાચાર

૧પ-૮ના માસક્ષમણ તપના બાળ તપસ્વી રત્ના તસ્વી મહેતાનો પારણા મહોત્સવ યોજાશે

12 August



ભુજ : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે સુવિશાલ ગચ્છાધિપતિ, અધ્યાત્મનિષ્ઠ, પ.પૂ. આ.ભ. શ્રીમદ્‌ વિજય કલ્પતરૂસુરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞાની, પ્રશાંતમૂર્તિ, પ.પૂ.આ.ભ. શ્રીમદ્‌વિજય તીર્થભદ્રસુરીશઢવરજી મ.સા.ના શિષ્યરત્નો, ચાતુર્માસ નિશ્રાદાતા, પ.પૂ. મુનિવર્ય તીર્થવલ્લભ વિજયજી મ.સા., તીર્થનિર્વાણ વિજયજી મ.સા. આદી ઠાણા-૧રની પાવન નિશ્રામાં તા. ૧પ-૮ના રોજ  માસક્ષમણ તપના, બાળ તપસ્વી રત્ના, કૂ. ૧ર વર્ષીય, કુ. તસ્વી ક્રિમાલી કમલનયન મહેતાનો, માતૃશ્રી જયોતીબેન એ.ડી. મહેતા પરીવારના સહયોગથી વિવિધ અનુષ્ઠાનો સાથે ભવ્યાતિભવ્ય પારણા મહોત્સવ યોજાશે. 
બાળ તપસ્વી રત્ના, ચિ. તસ્વીએ માસક્ષમણ તપનો શુભારંભ ૧૬-૭ થી કરેલ. જેન સળંગ ર૭ ઉપવાસ સંપન્ન થતાં બાળ તપસ્વી રત્ના, વાજતેગાજતે અન્ય ૩ ઉપવાસના, ગુરૂમુખે પ્રત્યાખાન લેવા પ્રવચન પરિસરમાં પધારતા, સકળ સંઘ દ્વારા હર્ષોલ્લાસ સાથે તેના વધામણા કરાયા હતા. બાદમાં ગુરૂ ભગવંતે તપસ્વી રત્નાને ૩ ઉપવાસના પ્રત્યાખાન આપ્યા હતા. ત્યારે સમગ્ર પરિસર તપસ્વી અમર રહો ના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યુ હતું.તપસ્વી રત્નાના ૩૦ ઉપવાસ ૧૪-૮ના પૂર્ણ થતાં ૧પ-૮ના તેમનો પારણા મહોત્સવ યોજાશે.
સંઘ માતા નીતાબેન મહેતા તથા આરાધના ભવન જૈન સંઘ ભુજના મેનેજીંગ ટ્રસ્ટી કમલનયન એ.ડી. મહેતાની ૧૩ વર્ષીય બાળ તપસ્વી રત્ના, ચિ. તસ્વીના પારણા મહોત્સવનો શુભારંભ તા. ૧પ-૮ના સવારે ૧૦ કલાકે ચતુર્વિંધ સંઘ સાથે પૂ.ઓના પાવન પગલાથી થશે. આરાધના ભવન જીનાલયેથી તપસ્વી રત્ના સાથે પૂ.તેમના નિવાસસ્થાને પગલા કરી સવારે ૧૦.૩૦ કલાકે તપસ્વી રત્નાને સકળ સંઘ સાથે પારલા કરાવશે. બાદમાં ૧ર.૩૦ કલાકે બોર્ડિંગ સંકુલ - યુવા પરિસર મધ્યે આરાધના ભવન જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું સ્વામી વાત્સલ્ય યોજાશે. બાળ તપસ્વી રત્ના ચિ. તસ્વીએ, ૭ વર્ષની વયે ૮ ઉપવાસ, ૧૧ વર્ષની વયે ૯ ઉપવાસ, ૧ર વર્ષની વયે ૧૬ ઉપવાસ અને ૧૩ વર્ષની વયે ૩૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હોવાનું સંઘના મીડીયા કન્વીનર વી.જી. મહેતાની યાદીમાં જણાવાયું હતું.
---------

Comments

COMMENT / REPLY FROM