હિરાલક્ષ્મી ક્રાફટ પાર્કમાં તૈયાર થયેલ કૃષ્ણ-અર્જુનનો રથ રાજ્યપાલને ભેટ અપાયો
ભુજ : આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કમાં છેલ્લા ૨૦ વર્ષોથી કચ્છના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે એક હેન્ડોક્રાફટ માર્કેટ બનાવવામાં આવ્યું છે. જ્યાં નાનામાં નાના કારીગરને પોતાની કલાનું પ્રદર્શન કરવાનો મોકો આપવામાં આવે છે. ક્રાફ્ટ પાર્કમાં કુલ ૪૫૧ રજીસ્ટર્ડ કારીગરો છે. અહીં તેમના રહેવા તેમ જ જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક છે.
આશાપુરા કંપનીના ચેરમેન ચેતનભાઈ શાહે ૨૦૦૫ માં કચ્છના કારીગરો માટે જોયેલું સપનું સાકાર થઇ રહ્યું છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો રાજ્ય સ્તરીય પ્રથમ સંસ્કૃત મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને કાગળમાંથી બનાવેલો કૃષ્ણ- અર્જુનનો રથ અર્પણ કર્યો. જે હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કના કારીગર વૈશાલી ચાવડા અને યોગેશ ચાવડા બંને બાપ-દીકરી સાથે મળીને બનાવેલો છે. તેમની ભાષામાં કહીએ તો અમારામાં કલા હતી. પરંતુ કલાને સાચી દિશા અને રોજગાર માર્ગદર્શન અમને હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કે આપી છે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલને પોતાના હાથે ભેટ આપવાની પળ અવિસ્મરણીય અને જીવનનો આ પહેલો પ્રસંગ હતો. આ કાર્યક્રમ માટે ભેટમાં આપવા માટેની શાલ, મડવર્કની ફ્રેમમાં લોગો, ભરત ભરેલા તોરણ, ચાકળા, પ્લાસ્ટિકમાંથી સીવેલી બેગો વગેરે ભુજોડી ક્રાફ્ટ પાર્કમાંથી કારીગરો પાસેથી ખરીદી કરવામાં આવી હતી. સંસ્કૃત બોર્ડના ફરજ પરના અધિકારી ડૉ. અવનીબા મોરી અને જલ્પાબેન પટેલ કાર્યક્રમ માટે ખાસ ક્રાફ્ટ પાર્કમાં ખરીદી કરવા આવ્યા હતા. કારીગરોના હિત માટે ચેતનભાઈના પત્ની દીના શાહ સતત પ્રયત્નશીલ હોય છે. આશાપુરા કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર મનનભાઈ શાહ કારીગરોને અભિનંદન પાઠવ્યા હતા.
------

Comments