હસ્તકલાના વિકાસ કમિશ્નરે કલારક્ષા કેન્દ્રની લીધી મુલાકાત
ભુજ : કચ્છ જિલ્લાની હસ્તકળા અને કારીગરોને પ્રોત્સાહિત કરતા કલારક્ષા કેન્દ્રનું નામ જગ વિખ્યાત થયું છે. તાજેતરમાં હસ્તકલા વિકાસ કમિશ્નર અમૃત રાજ અને હાથવણાટ વિકાસ કમિશ્નર ડૉ. એમ. બીનાએ કલારક્ષા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે કલારક્ષાના નિષ્ણાત હાથવણાટ અને હસ્તકલાના કારીગરો સાથે મુલાકાત કરી હતી. આ તકે કલારક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટર મુકેશ ભાનાણીએ હસ્તકલા ક્ષેત્રના ભવિષ્ય અંગે અર્થપૂર્ણ ચર્ચા કરી હતી. બન્ને અધિકારીઓએ હસ્તકલા અને હાથવણાટ ક્ષેત્રે વિકાસલક્ષી જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ મુલાકાત વેળાએ કલારક્ષાના હોદ્દેદારો, કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. હસ્તકલા અને હાથવણાટ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત થકી પ્રોત્સાહન મળ્યું હોવાની લગાણી વ્યક્ત કરી હતી.
-----

Comments