Trending News
સ્થાનિક સમાચાર

એચઆઈવી અને જાતિય રોગની બચવા જનજાગૃતિ જરૂરી

12 August


નાકો અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે અભિયાનનો પ્રારંભ

ભુજ : કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ એચઆઇવી અને જાતીય રોગોથી બચાવવા માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જ જરૂરી હોઈ લોકોમાં જાગૃત્તી આવે તે માટે નાકો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા  બે મહિના સુધી ચાલનાર “ઇન્ટેસીફાઇડ આઇઇસી કેમ્પેઈન ૨૦૨૫" નો લોન્ચીંગ કાર્યક્રમ ભુજની માતૃ છાયા હાઇસ્કૂલમાં અને બીએમસીબી નર્સિંગ કોલેજ લાખોંદથી કરવામાં આવ્યો હતો.
આ પ્રસગે જિલ્લા ટીબી એચઆઈવી ઓફીસર ડો. મનોજ દવેએ એચઆઈવી તેમજ ટીબી અને હિપેટાઈટીસસ બી વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. રાજેશભાઈ જાદવે આજનાં કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા હતા.  ડીએસબીસીસી ઈસ્માઈલ સમાએ વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને સોશિયલ મીડીયામાં દરરોજ પોસ્ટ કરવા જણાવ્યુ હતું તેમજ અનિલભાઈ યાદવ દ્વારા ટીબી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી, જેમાં ૨ માસ દરમ્યાન ગામડાઓમાં ગ્રામ પંચાયતના સભ્યોનું અવેરનેશ અને સેન્સેટાઇજેશન કાર્યક્રમ અને તે ગામમાં આવેલ ધોરણ ૯ થી ૧૨ કક્ષા ધરાવતી શાળાના બાળકો માટેનો અવેરનેશ કાર્યક્રમ કરવાનો રહેશે., શહેરી સરકારી હોસ્પીટલોમાં હેલ્થ અવેરનેશ કેમ્પ, તપાસ, સારવારની સુવિધા પહોચાડવી વિગેરે પ્રવૃત્તિ કરવાની રહેશે, કોલેજોમાં એચઆઇવી અને સીફીલીસનું વર્ટિકલ ટ્રાંન્સમિશન અટકાવા માટે અવેરનેશ સેશન, ડ્રામા, ફ્લેશ મોબ વિગેરેનું આયોજન કરાવવું, જિલ્લાઓમાં ફોક પર્ફોમંન્સ ગ્રામ્યકક્ષાએ કરાવવાના રહેશે.
વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી જણાવ્યું કે, એચઆઇવી - એઇડ્‌સ, જાતીય રોગનો વ્યાપ ઓછો થાય અને જન જાગૃત્તી ફેલાવવા તમામ પીએચસી - સીએચસી, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, મેડિકલ કોલેજો અને સાથે સાથે તમામ સરકારી કચેરીઓ - શૈક્ષણિક સંસ્થાઓ ઉક્ત કામગીરી કરાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં માતૃછાયા શાળા-ભુજના પ્રિન્સીપાલ સુહાસબેન તન્ના અને બીએમસીબી નર્સિંગ કોલેજ-લાખોંદનાં પ્રિન્સીપાલ ડો. અંબિકાબેન તેમજ બંને સંસ્થાઓનાં સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત કચ્છ જિલ્લામાં આઈસીટીસી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઇન્ટેસીફાઇડ આઇઇસી કેમ્પેઈન અંતર્ગત ભુજ ખાતે ભુજ ઈંગ્લીશ સ્કૂલ, ગળપાદર જેલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અંજાર, ભચાઉ મહીલા કોલેજ, માધાપર સ્લમ વિસ્તારમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM