માંડવી સજ્જળ બંધ : જાહેરમાં નોનવેજના વેચાણનો વિરોધ
માંડવી : શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ ગેરકાયદેસર વેચાતા માંસ-મટનના હાટડા બંધ કરાવવાની માંગ સાથે આજે સમસ્ત હિન્દ સમાજ દ્વારા માંગડવી બંધનું એલાન અપાયું હતું. માંડવી બંધના એલાન મહદઅંશે સફળ રહ્યું હતું. આજે માંડવી શહેરની બજારો, ગલીઓમાં મોટા ભાગની દુકાનો, વાણિજ્ય પ્રતિષ્ઠાન અને લારી-ગલ્લાઓ બંધ રહ્યા હતા.
માંડવી શહેર સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત જાહેર સ્થળો પર ગેરકાયદેસર લારી-ગલ્લા અને દુકાનોમાં વેચાતા માંસ-મટનને બંધ કરાવવા રજૂઆતો કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે મંગળવારે માંડવી બંધનું એલાન અપાયું હતું. જેમાં માંડવી શહેરના મોટા ભાગના વેપારીઓ સ્વયંભૂ જોડાયા હતા. શહેરની
મોટાભાગની દુકાનો અને લારી-ગલ્લાઓ બંધ રહ્યા હતા. શહેરના જુદાજુદા વિસ્તારોમાં એકલ - દોકલ દુકાનો અને લારી-ગલ્લા ચાલુ રહ્યા હતા. માંડવી બંધનું એલાન મહદઅંશે સફળ રહ્યું હતું.

Comments