Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ : નાપાક સરહદી જિલ્લામાં એક સારી પહેલ

12 August


દેશની સલામતી-સુરક્ષાની દીશામાં પોલીસ-જનપ્રતિનીધી સંવાદ ચોકકસથી કહી શકાય આવકારદાયક : ગ્રામીણ કક્ષાએ ગુનાહિત પ્રવૃતીઓ પર આવશે અંકુશ : કચ્છ જેવા જિલ્લામાં તો સરહદેથી નશીલા પદાર્થોની હેરફેર, સ્મગલીંગ, હથિયારો કે અન્ય કઈક સંદીગ્ધ હિલચાલો સીધી કે પરોક્ષ ઝડપતી જ રહેતી હોય છે, પોલીસ અને સરપંચોનું સંકલન વધુ સારૂ થશે તો 
આવા રાષ્ટ્રહિતને જોખમતા મુદાઓ પર પણ આપી શકાશે વધારે ધ્યાન

અગાઉ કોઈ પણ અધીકારી બદલીને આવતા તાલુકાના ગામડામાં જતા તો પહેલા સરપંચને જ મળતા અને ગામડાની ચર્ચા, કાયદો-વ્યવસ્થની સ્થિતીની ચર્ચા થતી અને જરૂર પડે તો સરપંચો પણ મદદરૂપ થતા હતા 

નહિ તો કચ્છમાં તો અમુક ગ્રામ સુકાની એટલે પવનચક્કીવાળાઓ, ખનીજ માફીયાઓ,સુજલામ સુફલામના કૌભાંડો આચરનારા સહિતનાઓની સાથે સેટીંગ કરી લઈ અને દુકાન જ ધમધમાવવાની વેતરણમાં લાગેલા હોય છે, હવે ગ્રામીણ સલામત-સુરક્ષા માટે પણ પોલીસ સાથે સંકલન સાથે બનશે સક્રીય, ઉપરાંત દીવસાદીવસ જે સરહદો સુની બનતી જતી હતી 
ત્યાં પણ ચેતના-જાગૃતી બનશે બળવત્તર : જાણકારોનો ટોણો


ગાંધીધામ : ગ્રામીણ પોલીસીંગને વધુ મજબુત બનાવવાની દીશામાં તાજેતમા જ રાજય સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં જ એક નવતર પ્રયોગ કરવામા આવ્યો હતો. ગામડાઓ જાગતા રહે, વધુ જાગૃત બને, પોલીસતંત્રની ભુમિકા પણ ગ્રામીણ છેવાડાના વિસ્તારોમાં પણ કાયદો વ્વયસ્થાને વધારે સુદ્રઢ બનાવવાની દીશામાં  ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન દ્વારા પોતાના તાબાના વિસ્તારમાં આવતાગામોના સરપંચ સાથે પરીસંવાદ યોજવાની પહેલ કરવામા આવી હતી.આ પ્રકારનીપહેલ મારફતે ગામડાઓમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, વધુ મજબુત બને અને માહીતીઓની આપલે સરળતાથી કરી શકા તેના પર ભાર મુકવામા આવ્યો હતો. કચ્છ જેવા સરહદી અને વ્યુહાત્મક મહત્વ ધરાવતા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસથા મજબુત રાખવા માટે  રાજય સરકાર અને ગૃહવિભાગના નિર્દેશ અનુસાર કચ્છમાં પોલીસ તરફથી એક સરાહનીય પહેલ હાથ ધરવામા આવી છે તેમ કહેશુ તો વધુ પડતુ નહી કહેવાય. જિલ્લા પોલીસ અધિક્ષકોની આગેવાની હેઠળ તાલુકાવાર અને કલસ્ટર સ્તરે સરપંચો સાથે પોલીસ મથકો દીઠ સંવાદ કાર્યક્રમ યોજાયો જેમા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો અને પોલીસ અધીકારીઓ અને બીટ સ્ટાફવચ્ચે ચોકકસથી સંકુલન વધારે સારૂ થવા પામશે. આ સંવાદથી આગામી દીવસમાં ચોકકસથી ગામના પ્રશ્નો કાયદો વ્યવસ્થાના મુદાઓ અને ગુનાહિત પ્રવૃતીઓ સામે સ્થાનિકે જાગૃતી આવતી જોઈ શકાશે. સરહદી વિસ્તારમાં રહેતા નાગરીકોને ઘણીવાર નાના મોટા ગુના, સ્મગલીંગ ગેરકાયદેસર હથિયારો તથા નશીલા પદાર્થોના પ્રવેશ-હેરફેરની આશંકાઓ રહેતી જ હોય છે. કચ્છમાં તો આવા કિસ્સાઓ ભુતકાળમાં થતા જ રહ્યા છે. હવે આવા સમયેમાં પોલીસ અને ગામના લોક પ્રતિનીધીઓ એટલે કે સરપંચો વચ્ચેસીધો જ સંપર્ક હશે એટલે સુરક્ષા વ્વયસ્થાઓ વધુ સારી રીતે સજજ કરી શકાશે.આ પ્રકારના સંવાદના માધ્યમથી સરપંચો પણ ગુનાની તાત્કાલીક જાણ કરવાની રીત શું હોઈ શકે, માધ્યમો શું રાખી શકાય, પોલીસ પેટ્રોલીંગ સિસ્ટમ, સીસીટીવીના વધુને વધુ ઉપયોગ ગામમાં વધારવા, ગામના યુવાનો સકારાત્મક પ્રવૃતીઓમાં જોડવા અને કાનુની જાગૃતી અંગે પણ ચોકકસથી આ પરિસંવાદના માધ્યમથી સુમેળ સંધાયો હશે. ઉપરાંત સરપંચો પણ પોતાના ગમોમા ઉભી થતી મુશ્કેલીઓ, માર્ગ સુવિધા, રાત્રે લાઈટીંગ અને શંકાસ્પદ ગતિવીધીઓ અંગે વિગતવાર મહીતીઓ વધારે ઝડપથી શેર કરી શકશે તેમ માનવુ પણ અસ્થાને નહી કહેવાય. આ મુજબનોપોલીસ -જનસંવાદ કચ્છ જેવા સરહદી જિલ્લામાં વિશ્વાસ અને સહકાર તથા સુરક્ષા અને સલામતી વધારવા સાથે ગુનાખોરી રોકવા માટે અસરકારક સાબીત થશે એવી અપેક્ષાઓ ચોકકસથી રાખી શકાય તેમ છે. જે રીતે ગત રવિવારે પોલીસ સરપંચોનો જનસંવાદ યોજાયો છે તેને બન્ને પક્ષે નિયમીત બનાવવામાં આવે અને દર ત્રણ મહીને આવી બેઠકેા યોજવામા આવે અને ગ્રામીણ સલામતી સુરક્ષા-પોલીસીંગને વધુ પરીણામલક્ષી બનાવી શકાય છે તેમ પણ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM