ગાંધીધામ સહિત નવી રચાયેલી ૯ મનપાની ચૂંટણીની તૈયારીઓ શરૂ
મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક : ૬ મહિનામાં ચૂંટણી યોજાઈ શકે : વર્ષના અંતે ૧૫ મહાનગકરપાલિકાઓની ચૂંટણી યોજાશે : ગાંધીધામમાં મદદનીશ મતદાર અધિકારી તરીકે મનપાના નાયબ મ્યુ. કમિશ્નરશ્રી(વહીવટ) તથા ના.મ્યુ.કમિ. શ્રી (પ્રોજેકટ)ને અપાઈ નિયુકિત
ગાંધીધામ : ગુજરાતમાં આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યની રચાયેલી ૯ નવી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાની પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.
નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ રચાયેલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ૧૪ વર્ષ બાદ ગુજરાતને નવી મહાનગરપાલિકાઓ મળી છે. આ પહેલાં ૨૦૦૨માં જૂનાગઢ અને છેલ્લે ૨૦૧૦માં ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી.
રાજ્યમાં હાલ ૮ મહાનગરપાલિકાઓ હતી. તેમાં હવે નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદનો સમાવેશ કરાતા મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ થઈ ચૂકી છે. રાજ્યમાં ૬ જૂની અને ૯ નવી મળી કુલ ૧૫ મહાનગરપાલિકાઓની આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાશે. જેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે જ જતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ છે તેમાં જરુરી કામગીરીને વેગ આપવા માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.

Comments