વસઈમાં કચ્છીમાં વાત કરી ઘરમાં ઘૂસેલા શખ્સોએ એક કરોડની ચોરી કરતા ચકચાર
રક્ષાબંધનના દિવસે પરીવારજનો બહાર ગયા અને ચોર ઘરમાં પ્રવેશ્યો : બાથરૂમમાં લીકેજ હોવાનું કહી ઘરમાં હાજર એકમાત્ર વૃદ્ધને પુરી દીધા : ધોળા દિવસે એક કરોડની ચોરીથી મુંબઈમાં વસતા ભાનુશાલી પરિવાર સહિત કચ્છવાસીઓમાં ઉચ્ચાટ ફેલાયો
ભુજ : રક્ષાબંધનના તહેવાર અને ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને મુંબઈના વસઈ પશ્ચિમમાં આવેલા શાસ્ત્રીનગરમાં કિશોર કુંજ બિલ્ડીંગમાં એક ચોરે ધોળા દિવસે ઘરમાં ચોરી કરી છે અને ૧ કરોડની કિંમતી વસ્તુઓ તફડાવી જતા ચકચાર મચી હતી. ચોરોએ ઘરમાલિકને વોશરૂમમાં બંધ કરી આખા ઘરને સાફ કરી દીધું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વસઈ પશ્ચિમના શાસ્ત્રીનગરમાં કિશોર કુંજ બિલ્ડીંગમાં રહેતા ભાનુશાળી પરિવારના ઘરમાં બધા રક્ષાબંધન માટે બહાર ગયા હતા. ૬૦ વર્ષીય ઓધવ ભાનુશાળી ઘરમાં એકલા હતા. સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક ચોરે કચ્છી ભાષામાં વાત કરીને ઘરના લોકોનો વિશ્વાસ જીતી લીધો. ત્યારબાદ વોશરૂમનો ઉપયોગ કરવાના બહાને ઘરમાં પ્રવેશ કરીને
આરોપીએ વોશરૂમ લિકેેજ થઈ રહ્યું હોવાનું બતાવીને ઘરમાલિકને બળજબરીથી વોશરૂમમાં બંધ કરી દીધો. ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી આશરે ૧ કરોડ રૂપિયાની રોકડ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરીને ભાગી ગયા. દરમિયાન, ઘટનાની માહિતી મળતાં, વસઈ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને તપાસ શરૂ કરી. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને કારણે વસઈ શહેરના નાગરિકોમાં ભયનો માહોલ છે, દિવસે દિવસે થતી આટલી મોટી ચોરીઓએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

Comments