Trending News
સ્થાનિક સમાચાર

ટપ્પર ડેમમાં કેનાલ મારફતે પાણી ભરવાનું થયુ શરૂ : કચ્છના પાપુ બોર્ડ-જીડબલ્યુઆઈએલ આવ્યુ હરકતમાં

12 August

સીએમશ્રીની સિંચાઈવિભાગને ટકોર બાદની તત્કાર અસર ’



ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનું વધારાનુ પાણી દરીયામાં વેડફાઈ રહ્યુ હોવાથી કચ્છના ટપ્પર જેવા ડેમો ભરી જળસંચયની પહેલ કરવાની ટકોર કામ લાગી : પા.પુ. બોર્ડ અને ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર વિભાગ દ્વારા પણ દરખાસ્ત-ડીમાન્ડ મોકલીને પાણી ભરવાની સમયસરની થયેલી પહેલ આવકારદાયક


ગત જુન માસમાં કેનાલ મારફતે પાણી ભરાયા બાદ, પાછલા અમુક દીવસથી ફરીથી એસએસએનએલ દ્વારા ટપ્પરમાં પાણી ભરાઈ રહ્યુ છે, વપરાશ-ઉપાડ અને જરૂરીયાત મુજબ ડીમાન્ડ કરવામાં આવતી જ હોય છે : શ્રી અંતરોલીયા (જીએમ જીડબલ્યુઆઈએલ-કચ્છ)

વાગડમાં પણ કઈક તળાવો-ડેમોમાં પાણીની ઘટ્ટ છે, તો આ લાભ વાગડને પણ આપવો જોઈએ



ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદના સારા પ્રથમ રાઉન્ડ બાદ પણ જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ભરાયો નથી જે એક ચિંતાની વાત છે. કચ્છના પણ ટપ્પર સહિતના ડેમોમાં પણ વરસાદી પાણીની આવક નહિવત માત્રામાં જ થવા પામી છે ત્યારે નર્મદા ડેમના દરીયામાં વહી જતા પાણીને આવા ડેમોમાં સંગ્રહ કરવો જોઈએ તેવી ટહેલ અખબારી માધ્યમ બાદ રાજયના મુખ્યપ્રધાનશ્રી દ્વારા પણ સિંચાઈ વિભાગને કરવામા આવી હતી. અને તે બાદ હવે ટપ્પર ડેમમાં પણ કેનાલ મારફે પાણી ભરવાનુ શરૂ થયુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. નોધનીય છે કે, ટપ્પર ડેમ કચ્છને માટે સંજીવનીરૂપ છે અને હાલના સમયે દસ પૈકીના આઠ જેટલા તાલુકાઓને પાણી ટપ્પર ડેમમાંથી જ વિતરીત કરવામા આવી રહ્યુ છે. ટપ્પર ડેમમાં વર્તમાન સમયે તેની કુલ્લ ક્ષમતાના પ૮ ટકા જેટલો પાણીનો જથ્થો ભરાયેલો છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે તેમાં સમયાંતરે પાણી ઠાલવાવમા આવે છે તો વળી ચાલુ સિઝનના વરસાદના પ્રથમ રાઉન્ડમાં અંદાજીત ૩ ટકા જેટલો જળનો જથ્થો આવેલો છે. અહીથી દૈનિક રપ૦ એમએલડી જેટલા પાણીનો ઉપાડ કરવામા આવી રહ્યો હોવાનુ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્‌કચર લી.કંપનીના જીએમ શ્રી આંત્રોલીયાએ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, પાછલા અમુક દીવસથી એસએસએનએલ દ્વારા ટપ્પર ડેમમાં નર્મદા જળ ભરવામા આવી રહ્યુ છે. જે અંતર્ગત જ ગત રવિવારે ૧૧ એમએફસીટી તથા સોમવારે આઠ એમએફસીટી જેટલો જથ્થો ભરવામા આવ્યો છે. અવી જ રીતે વર્તમાન સમયે જો આ જથ્થો કેનાલ મારફતે ભરવામા આવશે તો ટપ્પર ડેમમાં પાણીનો સારો જથ્થો જળસંચયની દ્રષ્ટીએ કરી લેવામા આવશે અને તેનો ઉપયોગ આગામી સમયમાં રચનાત્મક રીતે વીવિધ તાલુકાઓમાં પાણીની ખપત પુરી પાડવા માટે કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ કેબીનેટની બેઠકમાં સિંચાઈ મંત્રી અને અધિકારીશ્રીઓને સ્પષ્ટ સુચનો આપીને કહ્યુ હતુ કે, સરદાર સરોવરનો વધારાના જળનો જથ્થો દરીયામાં વેડફાઈ રહ્યો છે તેને વિવિધ જરૂરીયાતવાળા વિસ્તારોમાં જળસંચયની રીતે ફાળવો. અને તે બાદ જ ટપ્પર ડેમમાં પણ કેનાલ મારફતે પાણી ભરવાનુ શરૂ કરવામા આવ્યુ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. કચ્છના પાણી પુરવઠા વિભાગ, જીડબલ્યુઆઈએલ તંત્રની પણ સંકલન 
સાથેની સતર્કતા આ દીશામાં આવકારદાયક જ કહી શકાય તેમ છે. નોધનીય છે કે, કેનાલ મારફતે આ પૂર્વે ટપ્પર ડેમમાં જુન માસમાં પાણી ભરવામાં આવ્યુ હતુ જે બાદ હવે ઓગષ્ટમાં પાછલા ત્રણ દીવસથી ભરવામાં આવી રહ્યુ છે.



...........................


કચ્છઉદય એ જળસંચય માટે કરી હતી ટહેલ


ઉપરવાસમાં ભારે વરસાદથી સરદારા સરોવર ડેમનુ પાણી દરીયામાં છોડાઈ રહ્યુ છે, વેડફાય છે, તો એ જળનો ઉપયોગ કચ્છના ટપ્પર જેવા ડેમો ભરવાની દીશામાં વેળાસર જ કરવો જોઈએ, આવી ટહેલ-ટકોર કચ્છઉદય દ્વારા કરવામા આવી હતી જે બાદ હવે ટપ્પર ડેમમાં પાછલા ત્રણ દીવસથી સરેરાશ ૧૦ એમસીએફટી પાણી ભરાઈ રહ્યુ છે.

Comments

COMMENT / REPLY FROM