મોટી વિરાણી ખાતે સરકારી યોજનાઓની માહિતી સાથે માર્ગદર્શન અપાયું
ભુજ : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે કચ્છના ભાઈ-બહેનો માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગારી માટે સામાજિક ન્યાય અને અધિકારીકતા ગુજરાત વિભાગ તરફથી અપાતા ઓછા વ્યાજે ધિરાણ તેમજ સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ઇચ્છુક પરિવારોને લાભ અપાવવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલે ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંક અને તેમના સહયોગી ગુજરાત પ્રદેશ પૂર્વ વિભાગના દેવજીભાઈ હિરાણી સાથે મળી અભિયાન આદરવામાં આવ્યું છે, આ અંતર્ગત નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ખાતે લોકો સાથે વિશેષ બેઠક યોજી સરકારની યોજનાઓની માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડી પૂરી પાડી કેન્દ્ર અને ગુજરાત સરકારની અમલમાં મુકાયેલી યોજનાઓનો લાભ લેવા સમજ અપાઈ હતી.
આ તકે આરપીઆઈ ના રાષ્ટ્રિય સચિવ શ્રી ટાંકે માહિતી આપતા કહ્યું હતું કે, ફક્ત અનુસૂચિત જાતિના લોકો માટે સ્વરોજગાર પુરો પાડવા ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે સ્વરોજગાર યોજના માટે ઓછા વ્યાજે મહતમ ધિરાણ રૂા.બે લાખ, થ્રી વ્હીલર યોજના માટે રૂપિયા ત્રણ લાખ, મારૂતી સુઝીકી ઇકો યોજનામાં રૂા. ૬ લાખ ૫૦ હજાર અને ટ્રેક્ટર કે યાંત્રિક સાધનો માટે સાડા સાત લાખ રૂપિયા ધિરાણ યોજના અમલમાં છે. આ માટે તા.૧૭-૮ સુધીમાં નિગમની વેબ સાઈટ ુુુ.જદ્ઘી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ખ્તજષ્ઠઙ્ઘષ્ઠ પર અરજી કરવાની રહે છે. જેમાં સ્વરોજગાર યોજનામાં મહિલા માટે માત્ર એક ટકો અને પુરષો માટે બે ટકા, જ્યારે અન્ય યોજનામાં અનુક્રમે બે અને ત્રણ ટકા વ્યાજે ધિરાણ ઉપલબ્ધ છે.
વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે સરકાર જાહેરાતો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર દ્વારા માહિતી આપવામાં આવે છે પરંતુ ગુજરાતના ઘણાં વિસ્તારો છે જ્યાં ગરીબો લોકો આ લાભથી વંચિત રહી જતા હોય છે કારણકે ઓનલાઇન વેબ સાઈટ પર અરજી કરવાની હોતા,ઘણાં ગામડાઓમાં મોબાઈલ ટાવર તથા ઇન્ટરનેટ ન હોવાના કારણે અરજીઓ થઈ શકતી નથી, પંચાયતોમાં આ યોજનાની માહિતી આપવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં તલાટીઓ હાજર ન હોવાના કારણે યોગ્ય માહિતી અને માર્ગદર્શનથી લાભાર્થીઓ વંચિત રહી જતા હોય છે સરકારી યોજના ઘણી બધી સારી હોય છે સરકારને આ યોજના લાભ પણ લોકોને આપવાનો હોય છે પરંતુ ઘણા એવા કારણોસર લોકો સુધી માહિતી પહોંચતી નથી, ત્યારે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલેના કાર્યકરો ગામડે ગામડે જઈ લોકો સુધી આ માહિતી પહોંચાડી લાભાર્થીઓને મદદરૂપ થવા કોશિશ કરી રહ્યા છે જેથી પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ આદિવાસી, દલિતો અને ઓબીસી વર્ગના લોકો ગુજરાતના સરકારના નિયમો અનુસાર યોજનાનો લાભ મેળવી શકે.
આ માટે જાગૃતિ હેતુ આર.પી.આઈ. ના કાર્યકર્તાઓ માહિતી આદાન-પ્રદાન કરે છે તથા આરપીઆઈના વ્હોટસએપ ગ્રુપમાં પણ સરકાર તરફથી જે પણ લાભો મળે છે તેની માહિતી પુરી પાડવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ દરમ્યાન અમુક બહેનોએ જણાવેલ કે અમોને રોજગારી મળતી નથી અને અમો સ્વરોજગારી મેળવવા માટે ધંધા માટે વાર્ષિક ૧૫ થી ૨૪ ટકા વ્યાજે રૂપિયા લઈ અમો ધંધો કરીએ છીએ ત્યારે રાજેન્દ્ર ટાંકે દ્વારા આવા ઊંચા વ્યાજથી ધંધો કરવા કરતા સરકારી ધિરાણનો લાભ અને એકદમ એક ટકા વાર્ષિક જે મફત જેવું જ કહેવાય આવું ધિરાણ લઈ ધંધો કરી કમાઈ અને સરકારને પરત રૂપિયા ચૂકવી અને વ્યવસાય વિકસાવવા અપીલ કરાઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ધણી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે પરંતુ અજ્ઞાનતા અને જાણકારીના અભાવથી લોકો તેનો લાભ લઈ શકતા નથી તેથી આરપીઆઈ કાર્યકર્તાઓ દ્વારા છેવાડાના લોકો સુધી માહિતી પહોંચાડવા અભિયાન હાથ ધરાયું છે.
દેવજીભાઈ હિરાણી બહુમાળી ભવનમાં સમાજ કલ્યાણ ખાતાના અધિકારી સાથે સંપર્ક કેળવી આ યોજનાની જાણકારી મેળવી લોકો સુધી પહોંચાડવા મદદ કરી રહ્યા છે. શ્રી ટાંકે વધુમાં એક જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો સરકારની યોજનાનો લાભ મેળવી પોતે આત્મ નિર્ભર બની શશક્ત રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તે માટે અમારા દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો પણ સહયોગી બને.
આ કાર્યક્રમમાં સાટી જમીલાબેન, સાટી અનીસાબેન, ગોરડીયા લખીબાઈ, બડીયા પ્રેમીલાબેન, બડીયા ધનબાઈ, ખલીફા આસીબાઈ, જાગોરા ભચીબાઈ, પરગડુ મણીબેન, પરગડુ કમળાબેન, પરગડુ મુલાબાઈ, બડીયા દિવ્યાબેન, બડીયા ખલીફા કુલસુમબાઈ, ખલીફા રેશમાબેન, ખલીફા અસમીનાબેન, ભદ્ધુ જસમાબેન, ગોરડીયા ચંપાબેન, જેપાર ઉમરાબેન, જેપાર મંજુલાબેન, ચાકી જરીનાબેન, બડીયા ધનબાઈ, પરમાર સાન્તાબેન, પરમાર નમૃદાબેન, બડીયા મંજુલાબેન, દિવ્યાબેન (સખી મંડળ)ગોરડીયા રામજીભાઈ, બડીયા પ્રેમજીભાઈ, બડીયા નાથાભાઈ, ભદ્ધુ શીવજીભાઈ,પત્રકાર પ્રેમજી બળીયા(મોટી વિરાણી) સહિત મોટી સંખ્યામાં આ પંથકના લોકો હાજર રહ્યા હતા અને આ અભિયાનને બિરદાવ્યું હતું.
-----------

Comments