Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

11 August


ભુજ : ભુજમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લાકક્ષાની ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રજિસ્ટ્રેશનની માટે આવેલી નવી અરજીઓ તથા રીન્યુઅલ માટે આવેલી અરજીઓને સ્ક્રીનીંગ  કરીને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં પીસી પીએનડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા, મહિલા કોલેજમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમો યોજવા, ફેમિલી પ્લાનીંગ કાર્યક્રમો યોજવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીના સભ્ય પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.પ્રફુલાબેન, પીડીયાટ્રીશિયન ડૉ. વિશાલ બોસમીયા ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments

COMMENT / REPLY FROM