Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના ભરતી કૌભાંડમાં લાપરવાહોની સામે ફરીયાદ દાખલ કરો

11 August


રાજય સરકાર દ્વારા જ સમગ્ર ભરતને ગેરલાયક ઠેરવાઈ છે, ત્યારે સ્થાનીકેથી પણ ચોકકસથી ગુનાહિત ઉદાશીતા દાખવી જ હશે, જે કોઈએ બેદરકારી દાખવી હોય તેની સામે ધાક બેસાડતા પગલા લેવાની કરાઈ માંગ : ભુજ બી ડીવીઝન પોલીસ મથકે કરાઈ અરજી : કુલપતિ, કુલચસિવની સામે ધોરણસરના પગલા ભરવાની પણ મંગાઈ દાદ

ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં એક આસિ. રજિસ્ટાર અને ચાર સેકશન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં નિયમનો ભંગ અને આર્થિક વ્યવહારના આક્ષેપ સાથે લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહી ગયા અને યુનિવર્સિટીના જ કર્મચારીઓ ગોઠવાઈ ગયા હતા. જે મામલે વ્યાપક ફરિયાદો બાદ તપાસ સમિતિ આવી અને તેના અહેવાલ બાદ આઠ મહિના પછી શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતીને ગેર લાયક ઠરાવી દેવાઈ છે. આ બાબતેનો હુકમ થઈ ગયો હોવા છતાં હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દોષિતોને કોર્ટમાં જવા સમય આપવા કાઉન્સિલ અને બોર્ડની બેઠકનું નાટક કરવામાં આવી રહ્યું છે. આ બાબતે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ડો. રમેશ ગરવા લડત આપી રહ્યા છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ડો. રમેશ એલ. ગરવા દ્વારા ભુજ બી-ડિવિઝનના પીઆઈને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે કે, આ ભરતી કૌભાંડમાં સંડોવાયેલ કુલપતિ, રજિસ્ટાર સહિતના જવાબદારો સામે વિશ્વાસઘાત સહિતની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષણ વિભાગ દ્વારા જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM