Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-ખાવડા-શેખપર નજીક સહિત કચ્છમાં તાજેતરમાં મંડળીના પેટ્રોલ પંપો ઉપર ડીઝલનો કારોબારમાં મોટો ગોલમાલ....

11 August



સહકારી મંડળીઓ મારફતે થતી સસ્તા ડીઝલ વેચાણની ગેરપ્રવૃત્તિ પર રોક અનિવાર્ય

મંડળીઓ પ્રાઇવેટ ઓઈલ કંપની પાસેથી કન્ઝ્યુમર કેટેગરીમાં સસ્તા ભાવનું ડીઝલ ખરીદીને તેમના મેમ્બર અને એડહોક મેમ્બર બનાવી કાયદાની છટકબારી દ્વારા કરે છે વેચાણ : કોઈપણ ટ્રક માટે ડીઝલ વેચાણની મર્યાદા ૫૦ થી ૭૫ લીટર સુધી મર્યાદિત કરવા આપ્યું સુચન

સહકારી મંડળીઓ દ્વારા સભ્યોના નામે અપાતો ડીઝલનો વેટનું વેરિફેકશન કરાય તે કૌભાડ બહાર આવે તેમ છે...ઃ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા ગુજરાત રાજ્ય કર વિભાગને રજૂઆત : સહકારી મંડળીઓને અપાતા સસ્તા ડીઝલની યોજનામાં સરકારની તિજોરીને વેટનું મોટું નુકસાન : ઓઈલ કંપનીના ઓથોરાઈઝ ડીલરને પણ વેચાણ ઘટવાથી નુકસાન

એમએસ - એચએસડી કંટ્રોલ ઓર્ડર- ૨૦૦૫ અનુસાર સહકારી મંડળીઓ ડીઝલનું ખરીદ વેચાણ કરે છે તે આવતું નથી કન્ઝ્યુમર કેટેગરીમાં : કન્ઝ્યુમર કેટેગરીમાં ડીઝલ ખરીદવું એ માત્ર એન્ડ યુઝર કસ્ટમર હોય તેને જ લાગુ 
પડે તેવી વ્યવસ્થા ગોઠવવા કરી રજૂઆત



ભુજ : સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવે છે. જે અંતર્ગત સહકારી મંડળીઓને સસ્તા ભાવનું ડીઝલ આપવામાં આવે છે. ફેડરેશન ઓફ ગુજરાત 
પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા સહકારી મંડળીઓને અપાતા સસ્તા ડીઝલની યોજનામાં સરકારની તિજોરીને વેટનું મોટું નુકસાન થાય છે સાથે જ ઓઈલ કંપનીના ઓથોરાઈઝ ડીલરને વેચાણ ઘટવાથી નુકસાન થતું હોવાથી આ પ્રવૃત્તિ પર રોક લગાવવા માંગ કરવામાં આવી છે. તાજેતરમાં ખાવડા મીઠાનો વ્યવસાયની સાથે આરઈ પાર્કના કારણે મોટા વાહનોનું અવર - જવર વધી ગઈ છે ત્યારે અહી ભુજ,ખાવડા અને શેખપર, મુન્દ્રા, ગાંધીધામ સહિત કચ્છમાં ચાલતા અમુક મંડળીના પેટ્રોલ પંપોની તપાસ કરાય તો વેટ ચોરીનો મોટો કૌભાંડ બહાર આવે તેમ છે.  ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનએ ગુજરાત સરકારના રાજ્ય કર વિભાગને કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા એક - બે વર્ષથી સહકારી મંડળી દ્વારા ડીઝલ વેચાણ માટે પંપની સ્થાપના કર્યા પછી ખાસ કરીને પ્રાઇવેટ ઓઈલ કંપની પાસેથી કન્ઝ્યુમર કેટેગરીમાં સસ્તા ભાવનું ડીઝલ ખરીદીને તેમના મેમ્બર અને એડહોક મેમ્બર બનાવી કાયદાની છટકબારી દ્વારા વેચાણ કરવામાં આવે છે. કચ્છ અને ગુજરાતમાં કેટલાક કીસ્સોમાં સસ્તા ડીઝલનું વેચાણ મંડળીના મેમ્બરના નામે અન્ય વાહન માલિકોને કરાતું હોવાની ફરિયાદો પણ સમયાન્તરે ઉઠતી રહી છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર આ પ્રવૃત્તિથી ગુજરાત સરકારને વેટનું નુકસાન થાય છે અને ઓઈલ કંપનીના ઓથોરાઇઝ ડીલરને પણ વેચાણ ઘટવાથી નુકસાન થાય છે.આ પ્રવૃત્તિથી થતા વ્યાપક નુકસાનને ધ્યાને લઇ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની માંગ સાથે ફેડરેશન ઓફ ગુજરાત 
પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનએ કેટલાક વ્યવહારુ સુચન પણ રજુ કર્યા હતા જેમાં સહકારી મંડળીઓના રજીસ્ટ્રારને રજૂઆત કરીને મંડળીઓને આદેશ આપવામાં આવે કે, મંડળી દ્વારા માત્ર તેમના કાયમી સભ્યને જ ડીઝલનું વેચાણ કરે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર કોઈપણ ટ્રકને રોજ ૫૦ થી ૭૫ લીટરથી વધુ ડીઝલની જરૂર પડે નહિ માટે કોઈપણ ટ્રક માટે ડીઝલ વેચાણની મર્યાદા ૫૦ થી ૭૫ લીટર સુધી મર્યાદિત કરવામાં આવે, કન્ઝ્યુમર કેટેગરીમાં ડીઝલ ખરીદવું એ માત્ર એન્ડ યુઝર કસ્ટમર હોય તેને જ લાગુ પડે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનએ વધુમાં જણાવ્યું હતું કે, સહકારી મંડળી સસ્તું ડીઝલ ખરીદે છે. મંડળી તેને રીસેલ કરી તેના સભ્યને વેચાણ કરે છે. એટલે કે, સહકારી મંડળી ખરીદેલું સસ્તું ડીઝલ પોતાના માટે વપરાશ કરતી નથી. પરંતુ ટે રી-સેલ એટલે કે ટ્રેડીંગ કરે છે. આ જાતની પ્રવૃત્તિ ઓઈલ કંપનીના ઓથોરાઇઝ ડીલર પણ કરે છે. જે રીતે કંપનીના માન્ય પંપ પરથી ડીઝલનું વેચાણ થાય છે તે રીતે મંડળી વેચાણ કરે છે. માટે સહકારી મંડળી જે સસ્તા ભાવનું ડીઝલ ખરીદી તેના સભ્ય ને વેચાણ કરે છે તે ગેરકાયદેસર છે. ગુજરાત રાજ્યના સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર દ્વારા ભારત સરકાર તરફથી એમએસ - એચએસડી કંટ્રોલ ઓર્ડર- ૨૦૦૫ અમલમાં છે. જેમાં ગ્રાહકનું વિવરણ જણાવવામાં આવ્યું છે. જે અનુસાર સહકારી મંડળીઓ ડીઝલનું ખરીદ વેચાણ કરે છે તે કન્ઝ્યુમર કેટેગરીમાં આવતું નથી. જેથી આ ગેરપ્રવૃત્તિ તાત્કાલિક અસરથી રોક લગાવવા માંગ કરી હતી.

Comments

COMMENT / REPLY FROM