Trending News
સ્થાનિક સમાચાર

- તો કચ્છથી યુપી સુધી “તક્સાધુ”ના મોટાં કૌભાંડો ખુલે

11 August

સુરતની જેમ કચ્છમાંથી પણ ભોગગ્રસ્તો ફરીયાદ માટે આગળ આવે


તકસાધુએ વિવિધ સેલીબ્રીટીની આસપાસમાં ઉભા રહી ફોટાઓ પડાવી અને કર્યો છે મોટો દુરઉપયોગ : મુખ્યમંત્રી, રાજયપાલશ્રી, અન્ય રાજયોના સીએમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સનદી અધિકારીઓ  જે કચ્છમાં આવે તેની સામે રાજકીય ઓથ તળે ફોટા પડાવવા ગોઠવાઈ જતો, એ ફોટાઓનો દુરઉપયોગ કરી અને ફાંકા ફોજદારી મારતો રહ્યો હોવાની છે ચર્ચા : મુળ કચ્છીઓ-અનેઆરઆઈ સહિતના કઈકને આ રીતે સિસ્ટમપૂર્વક જ શીશામાં ઉતાર્યા હતા આ તકસાધુએ’

ગુજરાતમાં યુપી કેડરના આઈએએસ- આઈપીએસની સાથે પણ આ તકસાધુ ની લીંક હોવાનુ છે ચર્ચાયઃ યોગીજી કચ્છમાં આવ્યા તે વખતે પણ તેમની આજુબાજુમાં ગોઠવાઈ જઈ અને આ તકસાધુએ કઈકની ફિલમ ઉતારી લીધી હોવાની છે ચર્ચા : કુંભમેળામાં એક અઠવાડીયો તકસાધુ રોકાયો, ગંગામાં ડુબકી લગાવી પાપ ધુવાના પણ કર્યા પ્રયાસો, પણ બુરે કામ કા બુરા નતીજાના તાલે જેલવાસ તો ભોગવવાનો વારો આવી જ ગયો.! : થાઈલેન્ડ સહિતના વિદેશ પ્રવાસો આતકસાધુએ સ્વર્ખર્ચે માણેલા છે..


ગાંધીધામ : તાજેતરમાં કચ્છના સામાજિક અને રાજકીય વર્તુળોમાં એક “તક્સાધુ”ને લગતા ગંભીર આક્ષેપો ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય છે કે આ વ્યક્તિએ કચ્છમાં આવનારા અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ અને મહાનુભાવોના આગમનનો ખોટો લાભ લીધો છે. ફોટોગ્રાફી કરાવી અને આવી સેલીબ્રીટીની સાથે નિકટતા ભર્યા સબંધો હોવાનુ દેખાડી તેના દ્વારા  તંત્રના ઊંચા હોદ્દાધારી અધિકારીઓ તથા પ્રભાવશાળી લોકો સાથે સંબંધ સ્થાપી, પોતાના હિતમાં તેનો ગેરઉપયોગ કર્યાની ચર્ચાઓ પણ હવે કચ્છભરમાં તેજ બનીજવા પામી રહી છે.  આક્ષેપો સામે આવ્યા છે.સ્રોતોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિના અનેક ફોટા રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, વરિષ્ઠ આઇપીએસ-આઇએએસ અધિકારીઓ, એસપી, ડીઆઇજી જેવા હોદ્દાધારીઓ સાથે જોવા મળ્યા છે. કહેવાય છે કે ઉપ-કેડરના કેટલાક આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ, જે હાલ ગુજરાતમાં સેવા બજાવી રહ્યા છે, તેઓ પણ તેના સંપર્કમાં રહ્યા છે.વિશે નોધનીય વાત એ છે કે યોગી આદિત્યનાથ જ્યારે કચ્છ પ્રવાસે આવ્યા હતા, ત્યારે આ તક્સાધુએ તેમના સાથેનો ફોટો લઈને, તે નામે અનેક અધિકારીઓને ‘સીસા’માં ઉતારવાના કારસાં કર્યા હોવાનો આક્ષેપ છે. ગુજરાતમાં પણ યુપી કેડરના આઈએએસ તથા આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સેવા બજાવી રહયા છે તેઓને પોતાના યોગીજીના કચ્છપ્રવાસ વખતેના ફોટાઓ દર્શાવી અને તેમને પણ શીકામાં ઉતારતો ફરતો હતો આ તકસાધુ. તાજેતરના કુંભ મેળામાં પણ આ વ્યક્તિ એક સપ્તાહ સુધી રોકાયો હતો અને વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવી હોવાનુ ચર્ચાય છે. એટલુ જ નહી પણ 
માહિતી મુજબ, સ્વખર્ચે થાઇલેન્ડ જેવા વિદેશ પ્રવાસો કરવાનો પણ તેની પાસે રેકોર્ડ છે. સ્થાનિકોમાં માન્યતા એવી છે કે કચ્છમાં જ્યારે પણ કોઈ ભોગગ્રસ્ત વ્યક્તિ સામે આવે છે, એટલે કે સુરતમાં જે રીતે ફરીયાદ થઈ અને કડકમાં કડક કાયદનુ હથિયાર ત્યાં ઉગામાઈ ગયુ છે અને પાછલા બે માસથી આ તકસાધુ જેલવાસ જ ભોગવી રહ્યો હોવાની સ્થિતી સર્જાઈ છે તેવી જ રીતે જો કચ્છમાથી પણ કોઈ ભોગગ્રસ્ત આવી જ ફરીયાદ કરવા આગળ આવશે ત્યારે આ તક્સાધુનો “સાચો ચહેરો” બહાર આવી જવાનો ભય ઊભો થાય છે.સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં હવે ચર્ચા છે કે જો આ મામલે ગંભીર તપાસ શરૂ થાય તો કચ્છમાંથી મોટા કૌભાંડો ખુલવાની પૂરી શક્યતા છે.

Comments

COMMENT / REPLY FROM