રાપરના દુધ ડેરી વિસ્તારમાં દારૂનું કટીંગ : ૪.૮૦ લાખનો શરાબ ઝડપાયો
એલસીબીએ દરોડો પાડી બે શખ્સોને ઝડપી ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ભુજ : રાપર શહેરમાં દૂધ ડેરી વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવતા ૪.૮૦ લાખનો દારૂ ઝડપાયો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી દૂધ ડેરી વિસ્તારમાં રહેતા રાહુભા મંગળસિંહ સોઢા, અજીસિંહ મંગળસિંહ સોઢા સાથે મળી આરોપી મનજી ઉર્ફે મનીયો માવજી કોલીનો અજાણ્યા માણસ પાસેથી ક્રેટા કાર નં.જીજે૦૧ - એચડબ્લ્યુ - ૬રપ૮ મા દારૂ મંગાવી દૂધ ડેરી વિસ્તારમાં આવેલા મકાનમાં ઈંગ્લિશ દારૂનું કટીંગ કરતા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની નાની-મોટી ૯૧૯ બોટલ, બીયરના ૮૮૮ ટીન મળી કુલ ૪,૮૦,૬૬૦ નો શરાબ તથા પાંચ લાખની ક્રેટા કાર કબજે કરવામાં આવી હતી. સ્થળ પરથી રાહુભા અને અજીસિંહની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ઈસમો હાજર મળ્યા ન હતા. બનાવ અંગે રાપર પોલીસમાં પ્રોહિબિશનની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments