Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં લમ્પી વાયરસના સક્રીય કેસોના આંકડાઓમાં ચલકચલાણાની ગંધ : જો જો સરકારની છબી ન બગડે

11 August

કલેકટરશ્રી LCD  પત્રકોનું કરાવે ક્રોસ વેરિફીકેશન




રાજય પશુપાલન વિભાગ દ્વારા કચ્છ-પાટણ બનાસકાંઠાના સંયુકત પશુપાલક નિયામક તથા કચ્છના પશુપાલનના લાયઝનીંગ અધિકારીને કચ્છ દોડાવ્યા, તેમની હાજરીમાં કચ્છમાં થયેલ સમીક્ષઓ દરમ્યાન દૃશાવેલ લમ્પી સક્રીય કેસોના આંકડામાં પશુપાલનના સ્થાનિક વિભાગે કોઈ છાની રમત તો નથી કરી ને? : કારણ કે જિલ્લાના સક્રીય કેસો ૭ અને મરણ ૦ પશુનુ દેખાડાયુ છે જયારે ભુજ વિભાગનું જ એલસીડી પત્રક ચકાસવામાં આવશે તો એક માત્ર તાલુકામાં જ સક્રીય કેસનો આંક અને મૃત પશુઓનો આંક કંઈક વધારે જ દેખાતો જોવાઈ શકે છે? : જાણકારોની લાલબત્તી


બનાસકાંઠામાં ડેરી ઉદ્યોગ મદદે આવ્યો છે, તો કચ્છમાં પણ ડેરી ઉદ્યોગ કેમ આળસુ અવસ્થામાં છે? શુ તેની ફરજમાં નથી આવતુ કે ફકત ફોટા પડાવવામાં જ રસ છે?


ખાટલે મોટી ખોટ : તા. ર/૮ના ચિત્રની વાત કરીએ તો જિલ્લા પશુપાલન તંત્ર માધ્યમોમાં કહે છે કે, કચ્છમાં મરણ આંક તે દિન સુધી એક પણ નથી જયારે કે એકટિવ કેસ ૭ છે, પરંતુ હકીકતમાં પશુધન નીરીક્ષકોએ જિલ્લમાં મોકલેલા 
પત્રકો ક્રોસ વેરીફાઈ કરવામા આવશે તો ભુજની જ કોઈ એકાદ બીટમાં જ તે દીવસે મરણ આંક ૧૪ દર્શાવાયા છે અને એકટિવ કેસ તો ૩પથી વધુ હોવાનો દેખાયો છે વર્તારો : વીચાર કરો આ આંક જિલ્લામાં કયાં પહોચતો હશે?


માનવવસ્તી કરતા વધુ પશુધન ધરાવનારા કચ્છ જિલ્લામાં ગાયો-અબોલ પશુઓમાં ફેલાતા લમ્પી જેવા રોગોની સારવારમાં સરકારની સારી મનસા બાદ પણ સ્થાનિકતંત્રની બેદારકારીભરી છાની નીતીરીતીઓ સામે આવી રહી છે તેમ છતા પણ વિપક્ષના મોઢામાં કેમ મગ ભરાયેલા છે? સત્તાપક્ષ તો કદાચ માની શકાય કે આવા વિષયોમાં સક્રીયતા નહી દાખવે, તંત્રના કાન નહી આમળે, પરંતુ વીપક્ષી દળ કોંગ્રેસને પણ આવા મુદાઓ ઉઠાવવામાં કેમ 
સાપ સુંઘી ગયો લાગે છે...?



લમ્પી વાયરસના લીધે મરણ આંક આજ દિન પર્યંત શૂન્ય છે, સક્રીય કેસો પણ ગંભીર જોવા મળ્યા નથી, ઉપરાંત પણ લમ્પી વાયરસ સંક્રમિતના મૃત્યુ થાય તો પીએમ કરવાની સુચનાઓ અપાઈ છે, અમાર ધ્યાને ભુજ કે અન્ય કોઈ જ બીટમાં મરણઆંક સામે આવ્યો નથી : ડો. નાથાણી (પશુપાલન ડે.ડાયરેકટર ઈન્ચાર્જ)


ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છમાં અબોલ જીવોમાં ફરીથી લમ્પી વાયરસે દેખા દીધી છે. રાજ્ય સરકાર લંપી વાયરસને નિયંત્રણમાં લેવા માટે ગંભીર જણાઈ રહી છે પરંતુ કચ્છ જિલ્લામાં લંબી વાયરસ ના આંકડાઓને લઈને છાનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેમ વાસ્તવિક આંકડાઓથી ઓછા આંકડાઓ દર્શાવાયા હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લા પશુપાલન વિભાગના તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓની વાત કરીએ તો લંપીથી પશુમરણ એક અને વર્તમાન સમય એક્ટિવ કેસ સાત દર્શાવવામાં આવ્યા હોવાનુ ચર્ચાય છે. જો આ બાબતે હકીકતમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે તો પશુધન નિરીક્ષક પાસેથી આંકડાઓ મેળવવામાં આવશે તો એક જ કોઈ બીટમાં વર્તમાન સમય એક્ટિવ કેસનો આંકડો ૧૦ થી વધારે હોવાનો સામે આવી શકે તેમ છે. જો કોઈ તાલુકાની એક બીટમાં જ એક્ટિવ કેસના આંકડાઓ સત્તાવાર રીતે દસથી વધારે દર્શાવતા હોય તો વિચાર કરો કે આખા જિલ્લામાં પશુપાલન વિભાગ હસ્તકની આવી બીટોમાં હકીકતમાં લંપીવાયરસના એક્ટિવ કેસનો આંક કેટલે જઈને આંબતો હશે?એક જ કોઈ બીટમાં દસથી વધારે કે એક્ટિવ હોય તો 
પછી જિલ્લા પશુપાલન વિભાગ આખા જિલ્લામાં એક્ટિવ કેસનો આંક સાત શા માટે દેખાડે છે? તેના પાછળનું રહસ્ય શું છે? તાજેતરમાં કચ્છ જિલ્લાની મુલાકાતે કચ્છ પાટણ બનાસકાંઠાના સંયુક્ત પશુપાલન નિયામક શ્રી બ્રહ્મ ક્ષત્રિયજી રૂબરૂ મુલાકાત લઈ ગયા છે સાથોસાથ કચ્છના પશુપાલન ક્ષેત્ર માટેના લાઈઝનીંગ ઓફિસર શ્રી એસએસ પટેલ પણ તેમની સાથે રાજ્ય સરકાર તરફથી ખાસ કચ્છમાં રૂબરૂ મુલાકાત કરી ગયા છે. તેઓએ તેમની રૂબરૂ મુલાકાતમાં શું જોયું? કેમ તેમના ધ્યાને પણ આ મુજબના કોઈ જ આંકડાઓની વિસંગતતાઓ ધ્યાને ન આવી? હકીકતમાં જો લંપીવાયરસ વાળા એક્ટિવ કેસોની સંખ્યા કચ્છમાં વધારે રહેલી હોય અને જિલ્લા પશુપાલન તંત્ર કક્ષાથી તે ઓછી દર્શાવતી હોય તો તેનો કચ્છ કલેકટરશ્રીએ જરૂરથી ક્રોસ વેરીફિકેશન કરાવવું ઘટે અને જો દર્શાવેલ આંકડાથી વધારે એક્ટિવ કેસો વિવિધ બીટમાંથી જ રજૂ થયેલા પત્રકો માં જણાવેલા હોય તો જિલ્લા પશુપાલન કક્ષાએ જેમણે પણ બેદરકારી અથવા તો ગુનાહિત લાપરવાહી દર્શાવી છે તેમની સામે ધાક બેસાડતા કડક પગલાં લેવા જોઈએ અને સાચું ચિત્ર આકડાઓનું જે હોય તેને રજૂ કરી તે પ્રમાણેના રસીકરણ માટેની વ્યવસ્થાઓ પણ કરવી જ જોઈએ જો આમ વેળાસર કરવામાં નહીં આવે તો લંબી વાયરસ કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે વકરતા વારનહી કરે, અને તંત્રની બેદરકારીથી આગામી સમયમાં સરકારની છબી વિના વાંકે ખરડાતા પણ વારી નહી થાય તેવી લાલબત્તી જાણકારો કહી રહ્યા છે.બીજીતરફ આ બાબતે જિલ્લાના ઈન્ચાર્જ પશુપાલન નાયબ નિયામક શ્રી નાથાણીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, લમ્પીથી મરણ આંક સત્તાવાર કોઈ સામે આવ્યો નથી, એકટિવ પણ ગંભીર હેાય તેવા કેસો ધ્યાને નથી આવ્યા, ઉપરાંત પણ લમ્પીગ્રસ્ત પશુ મૃત્યુ પામે તો પીએમ કરાવાવની સુચનાઓ અપાઈ છે તેમ જણાવ્યુ હતુ.


...................


સવાલ સવામણનો? તો પછી ખરવા-મેવાસામાં
લાખોનું રસીકરણ કચ્છમાં કેવી રીતે થઈ ગયુ?


તો લંપી વાઈરસને નિયંત્રિત કરવામાં રસીકરણ કચ્છમાં કેમ ન થઈ શકે?


ગાંધીધામ : કચ્છમાં લંબી રોગ વધવાના કારણો પાછળ જવાબદાર પશુપાલન તંત્ર જણાવ્યું કે રસીકરણ થોડું વિલંબિત અને ઓછું થયું છે જોકે અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને બનાસકાંઠામાં કચ્છ કરતા પશુધનની સંખ્યા ડબલ થી વધારે હોવા ઉપરાંત પણ રસીકરણ ખૂબ જ સારું થવા પાછળ પશુપાલન તંત્રના જવાબદારો કહે છે કે ત્યાં ડેરીનું માળખું ખૂબ જ સારું હોવાથી રસીકરણનું કામ ત્યાં ડેરી વધારે સંભાળી લેતી હોવાથી ત્યાં પશુપાલન વધારે ઝડપથી રસીકરણ કરી શકે છે જો આ જ વાત હોય અને કચ્છમાં રસીકરણ ન થઈ શક્યું હોય તો અહીં સવાલ ઉઠવો જ જોઈએ કે ખરવા મેવાસાની રસીકરણ નું કચ્છમાં તાજેતરમાં જ નોંધપાત્ર કાર્ય થવા પામ્યું છે અંદાજિત ૮ લાખથી વધુ પશુ ઢોરોને ખરવા મેવાસા ની રસી અપાઈ ચૂકી છેે. જો તેમાં રસીકરણ બાબતે કચ્છમાં સફળતાથી થઈ શકતું હોય તો લંપી વાઈરસને નિયંત્રિત કરવામાં રસીકરણ કચ્છમાં કેમ ન થઈ શકે?

 

Comments

COMMENT / REPLY FROM