મેઘપર (બોરીચી)માં ગાય સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરતા શખ્સને ઝડપી લેવાયો
ગત મોડી રાત્રિની ઘટના કેમેરામાં કેદ થઈઃ પોલીસને જાણ કરી તાત્કાલિક આરોપીને ઝડપી લેવાયો
ભુજ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી રવેચી નગરમાં મોડી રાત્રે ગાય સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતા મોડી રાત્રે જ આ શખ્સને ઉઠાવી લેવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગત મોડી રાત્રે ગાય સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવતું હોવાની હકીકત સામે આવી હતી. બનાવ કેમેરામાં પણ કેદ થયો હતો.
જાગૃત્ત નાગરિકો દ્વારા આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. સવારે ચાર વાગ્યે આરોપીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments