મિરજાપરમાં જમીનના સોદામાં ૩૩.પ૧ લાખની ઠગાઈ કરાઈ
સોદો કરી રૂપિયા ન આપ્યા અને દસ્તાવેજ ન બનાવ્યો
ભુજ : તાલુકાના મિરજાપર ખાતે ગાયત્રી રેસિડેન્સીમાં આવેલી ઓફિસમાં જમીનનો સોદો થયો હતો. જેમાં ૩૩.પ૧ લાખની ઠગાઈ કરવામાં આવી છે.
આ બાબતે માધાપર કલાપૂર્ણમ નગરમાં રહેતા દીપકભાઈ ઈન્દ્રવદનભાઈ જોષીના જણાવ્યા પ્રમાણે આરોપી ડાકડાઈ ગામના ગની લતીફભાઈ બાફણ અને મિરજાપર ગાયત્રી રેસિડેન્સીના દામજીભાઈ હીરજીભાઈ પટેલે કાવતરૂં રચી ફરિયાદીને દામજીભાઈના પત્ની શાંતાબેનના નામે રહેલી ખેતીની જમીન ૪૬ લાખમાં વેચાણ કરવાનું કહી સુથી પેટે પ.પ૧ લાખ રૂપિયા મેળવી સોદો કરવામાં આવ્યો હતો. બાકીના રૂપિયા પેટે ફરિયાદીનું માધાપર ગોકુલ ધામ-૧ મા આવેલ મકાન ર૮ લાખમાં ખરીદી લેવાનો સોદો થયો હતો અને આ મકાનના દસ્તાવેજ બીજાના નામે કરાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીનું મકાન લઈ લીધું તેના રૂપિયા આપવામાં આવ્યા નથી અને ખેતીની જમીનનો સોદો કરી તેના દસ્તાવેજ પણ બનાવી આપવામાં આવ્યા નથી. આમ, ર૮ લાખનું મકાન અને જમીનના સોદા પેટે સુથીમાં આપેલ પ.પ૧ લાખ મળી કુલ ૩૩.પ૧ લાખની ઠગાઈ થતા ભુજ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments