Trending News
સ્થાનિક સમાચાર

ડીજીટલ યુગમાં ક્રાઈમની પેટર્ન બદલાઈ છે : વિકાસ સુંડા

10 August


પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા ખાતે તાલુકાના તમામ સરપંચો, પ્રબુદ્ધ નાગરીકો સાથે એસપીએ પરિસંવાદ યોજાયો : મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા

નખત્રાણા : આજે સુરત ખાતેથી કેન્દ્રના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પરિસંવાદનો કાર્યક્રમને ખુલ્લુ મુકયું તે સાથે પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે તાલુકાના તમામ સરપંચો વિવિધ સમાજોના અગ્રણીઓ બૌદ્ધિક લોકો સાથે પશ્ચિમ કચ્છ એસપી પરિસંવાદ યોજાયો હતો. એસપી વિકાસ સુંડાએ કહ્યું કે ડીઝીટલ યુગમાં ગુનાઓની પેટર્ન બદલાઈ છે. ત્યારે ગામના નાગરીકોની જાગૃતિ ગુનાઓને ડામવા સૌથી મોટું પરીબળ ગણાય છે. સરહદી આ વિસ્તારના લોકો જાગૃત છે. ઓપરેશન સિંદુરની વાત કરતા કહયું કે જાગૃત નાગરીકો થકી દુશ્મન દેશના જે પ્રહારો હતા ડ્રોન ઉડળવા સહિતના તેનાથી અવગત સરપંચો અને નાગરીકો જાગૃત રહ્યા હતા. તેમણે દરેક સરપંચોના વોટસઅપ ગ્રુપમાં જોડાઈ સંગઠન ભાવના મજબુત બને તેની વાત કહી હતી. અને સરપંચો તથા પોલીસ સાથે રહી ગામમાં બનતા ક્રાઈમના ગુનાનું પ્રમાણ ઓછું લાવવા પ્રયાસ કરે સહિતની વાત મુકી હતી. પીઆઈ અશોકભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. આ અગાઉ અલગ અલગ ગામોમાં પોલીસ સરપંચો, ગામ લોકો સાથે બેઠક યોજાતા હવે તાલુકા મથકે બધા જ સરપંચો એકત્ર થયા હતા.  કાયદો વ્યવસ્થા, સુલેહ શાંતિની વાતો એક મંચ પર થાય છે. અલગ અલગ પોલીસની કામગીરી, વિચાર, વિમર્શ ર૦ર૪ થી મુખ્ય ત્રણ નવા કાયદા અમલમાં છે. તેની માહિતી આપી હતી. ગ્રામ્ય કક્ષાએ સીસી કેમેરા, મેટન કાર્યક્રમ મીલ્કત સબંધી ગુનાઓ, મેટનની નિમણુંક તથા તેરા તુજકો અર્પણ પોલીસ દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવે છે. ટ્રાફીક, સાયબર કાફે, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી, ડ્રગ્સ, નશાખોરી સહિતના વિષયો આવરી લીધા હતા. કોમલબેન ચાવડાએ સાયબર ક્રાઈમ અંગે પુરક માહિતી આપી હતી. પોલીસ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડીવાયએસપી બી. બી. ભગોરા, પીઆઈ અશોકભાઈ મકવાણા, પીએસઆઈ આર.ડી.બેગડીયા મંચસ્થ રહ્યા હતા. પ્રારંભે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને એસપી વિકાસ સુંડાનું તુષાર ગોસ્વામી સરપંચ ઉખેડાએ સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. નાની બાલીકાઓએ એસપી વિકાસ સુંડાનું કુમ કુમ તિલક કરીને સન્માન કર્યું હતું. બાળકો સાથે એસપીએ સંવાદ કર્યો હતો. સંચાલન નીતીન દરજીએ કર્યું હતું. આભારવિધિ આર.ડી.બેગડીયાએ કરી હતી.


.................



પોલીસ-સરપંચ “પરિસંવાદ” હેતુ જાણો


નખત્રાણા : ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબુત બનાવવાના ઉદેશ સાથે આજે રાજયભરના પોલીસ, સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદ યોજાયો હતો. નખત્રાણા ખાતે એસપી પશ્ચિમ વિકાસ સુંડાએ પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય પોલીસીંગને વધુ મજબુત અને અસરકારક બનાવવા સરપંચો તેમના પ્રશ્નો રજુ કર્યા હતા. પોલીસ સાથે સક્રિય સહયોગ અને પોલીસ સરપંચો સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસીંગનું નિર્માણ કરી શકે તે માટે કાર્યક્રમનો મુખ્ય ઉદેશ હતો.



......................

પૂર્વ કચ્છમાં સાંજે પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ 

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ મથકોમાં આજે સાંજે સરપંચો સાથે પરિસંવાદ યોજાશે. જેમાં આદીપુર પોલીસ સ્ટેશનમાં - ૧, ગાંધીધામ એ ડિવીઝન ગ્રામ્ય વિસ્તાર નથી, ગાંધીધામ બી ડિવીઝનમાં ત્રણ ગામના સરપંચ, અંજારમાં ૪૪ ગામના સરપંચ, દુધઈમાં ૧૩ ગામના સરપંચ, કંડલા મરીનમાં ૬ ગામના સરપંચ, ભચાઉમાં રપ ગામના સરપંચ, સામખીયાળીમાં ૧૮ ગામના સરપંચ, ગાગોદરમાં ૧૬ ગામના સરપંચ, લાકડીયામાં ૧૩ ગામના સરપંચ, આડેસરમાં ર૧ ગામના સરપંચ, રાપરમાં ર૬ ગામના સરપંચ, બાલાસરમાં ૧૪ ગામના સરપંચ, ખડીરમાં પ ગામના સરપંચ સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજાશે.

Comments

COMMENT / REPLY FROM