તહેવારના દિવસોમાં ત્રંબૌ ગામે ગૌહત્યાની પ્રવૃત્તિ ઝડપાઈ
એલસીબીએ દરોડો પાડી નાના વરનોરાના ઈસમને ઝડપી લીધો
ભુજ : હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેમજ તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેવામાં ભુજ તાલુકાના ત્રંબૌ ગામે ગૌહત્યાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી આરોપી નાના વરનોરાના અરબાજ જુમા મમણને ઝડપી લીધો હતો. ગૌવંશના માલની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ બોલેરો નં.જીજે૦૧ - એચટી - ૪૦૪૮ કબજે કરવામાં આવી હતી. આરોપી ગૌવંશનું કત્તલ કરીને તેના માંસનું ગેરકાયદે વેચાણ કરી ગૌવંશ અવશેષોનું નાશ કરવા માટે ત્રંબૌ સીમમાં ગયો હતો ત્યાં પોલીસે તેને ઝડપી લીધો હતો. ખાખી કલરના કંતાનના કોથડામાંથી ગૌવશંના અવશેષોના ટુકડા, મોઢાના હાડકા, તેમજ બાવળની ઝાડીમાંથી પગના ટુકડા, ચામડી, શરીરના ભાગો મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત આપી કે, ગૌવંશનું કત્તલ કરી અવશેષોનો નિકાલ કરવા માટે અહીં આવ્યો હતો. વેટરનરી તબીબને બોલાવતા આ માંસ ગૌવશનું હોવાની કબૂલાત આપવામાં આવી હતી. જેથી માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
.....

Comments