ગાંધીધામ-કંડલાના કોલસાચોરોનો અબડાસામાં ડોળો : વાયોર-નલીયામાં ઝડપાયેલા કોસલા કાંડ થી લાલબત્તી
વાયોરવાળા કેસમા તપાસ ઉંડાણપૂર્વક થાય તો મોડસ ઓપેરન્ડી ખુલશે
પૂર્વ્ કચ્છ એલસીબીએ ઝડપેલ શંકાસ્પદ વિદેશી કોલસાના જથ્થાની તપાસ નલીયા પોલીસ કરી જ રહી હતી, ત્યાં તો વાયરો પોલીસે અહીની કપનીમાં એકના બદલે બીજું વાહન પહોંચ્યાના પ્રકરણ પર કસી દીધો છે સંકજો : એલસીબી અને વાયોર પોલીસની સતર્કતા સરાહનીય, પણ બન્ને પ્રકરણોના મુળીયા ઉલેચવા અતિ અનિવાર્ય
અબડાસામાં સિમેન્ટ કંપનીઓમાં હજારો ટન કોલસો જાય છે એટલે જ કોલસાચોરો નવા નવા પેંતરા ત્યાં અજમાવી રહયા છે : સાંઘી સિમેન્ટની ફેકટરીમાં કોલસામાં ભેળસેળ કરેલો માલ મોકલવામા આવ્યો હતો, અને કંપનીએ તે વખતે બીલ પણ રોકી દીધુ હતુ
- કોલસા બાબતે તપાસ ચાલી રહી છે, ડ્રાયવરના નિવેદનો બાદ ગાધીધામમાં સબંધિત શખ્સને પકડવાની તજવીજ ચાલુ છે, એ હાથમાં આવી ગયા બાદ બધુ જ બહાર આવી શકશે
ઃ શ્રી ઝાલા(નલીયા પીઆઈ)
- કોલસાના માલમાં ફેરફાર નથી થયો, તેની ચકાસણીઓ કરાઈ છે, ડ્રાયવર અધ્ધવચ્ચેથી જ ચડયો હોવાથી અધુરી વિગતો આપી રહ્યો છે, પણ આખાય કાંડનો અમે ચોકકસથી પર્દાફાશ કરીને જ રહીશું : શ્રી ડાંગર(વાયોર પીએસઆઈ)
ખાટલે મોટી ખોટ : વાયોર પાસે પકડાયેલા કોલસા પ્રકરણમાં કંપની કહે છે કે માલ મંગાવાયો હતો એ જ ગ્રેડનો આવ્યો છે, ગાડી બદલાઈ છે? તો અહી સવાલ એ થાય છે કે ટ્રાન્સપોર્ટેર ગાડી કયા ઉદેશ્યથી બદલી છે?તેના પાછળનો છુપો ઉદેશ્ય શુ હતો? જો આ દીશામાં તપાસ થાય તો ઘણુ આવી જશે બહાર : નીલકંઠ પાર્કીગમાં રાખેલા ટ્રકમાંથી કોલસો શા માટે કઢાયો? કંડલા પોર્ટમાથી આવેલો કોલસો બદલાયો કેમ? મુળ લાગેલા સીલ નિયમ વિરૂદ્ધ કેમ તોડયા? શીલ તોડી જીપીએસ અન્ય વાહનમાં લગાવવા પાછળનુ રહસ્ય શુ?
આ બધા પ્રશ્નો એક મોટા નેટવર્કની મોડસ ઓપરેન્ડી તરફ જ કરી રહી છે ઈશારો
ગાંધીધમા : કચ્છમાં વિદેશી કોલસાની ગુણવત્તામા હેરફેર કરવાના આયોજનબદ્ધ મસમોટા વાડાઓ અને કૌભાંડો ચાલી રહ્યા હોવાની વાતને સમર્થન છાશવારે અહી પકડાતા કિસ્સાઓ પરથી મળવા પામી જ જતુ હોય છે. થોડ સમય પહેલા પણ સામખીયાળી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી કોલસાના મોટા વાડા પર સફળ દરોડો પાડવામા આવ્યો જ હતો તો વળી મોરબી સહિતના વિસ્તારોમાં એલસીબીએ પકડેલા કોલસાના કારનામાઓમાં ગાંધીધામના રોકી આણી ત્રિપુટીના નામો બહાર આવવા પામ્યા હતા. પૂર્વ કચ્છમાં કોલસાના ધંધાર્થીઓ હવે પશ્ચીમ કચ્છ બાજુ મલિન ડોળો ફેરવી રહ્યા હોય તેમ ટુંકા ગાળામાં આ વીસ્તારમાંથી કોલસાની હેરફેરમાં ગેરકાયદેસર સગેવગે કરવા અથવા તો ગુણવત્તામાં ફેરફારો કરી દેવા યા તો પછી આખેઆખી ગાડી જ એકના બદલે બીજી મોકલી દેવાના પ્રકરણોનો ભાંડાફોળ થતો જોવા મીળ રહ્યો છે. પ્રથમ પશ્ચીમ કચ્છ એલસીબીએ કોલસાના આધારપુરાવા વિનાના જથ્થાન ઝડપી અને તેની તપાસ નલીયા પોલીસીને સોપી હતી ત્યાં તો ફરીથી આ વિસ્તારમાંથી વાયોરા પોલીસ દ્વારા કોલસાકાંડનો પર્દાફાશ કરી દેવામા અવ્યો હતો બન્ને પ્રકરણની તપાસ ગતીમય બનેલી છે.
દરમ્યાન જ આ બાબતે નલીયામાં એલસીબીએ પકડેલા કોલસાની તપાસ કરી રહેલા નલીયા પીઆઈ શ્રી ઝાલાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ હાલમાં ચાલુમાં છે, ગાંધીધામ તરફે વધુ શખ્સોની શોધખોળ આ કેસમાં ચાલુમાં છે, નોટીસો બજાવાયેલી છે, હજુ સુધી કોઈ હાજર થયેલા નથી, તપાસ ગતીમય જ છે. આ પ્રકરણમાં પણ અનેકવિધ સવાલો સામે આવવા પામી રહ્યા છે. ડ્રાયવરે જે કેફિયત આપી છે તે અનુસાર ગાંધીધામમાં ભુરા રબારીના કહેવાથી તેણે આ કોલસાની ગુણવત્તામાં ફેરફારો કર્યા છે, ત્યારે ગાંધીધામના એ વાડાવાળો ભુરો રબારી કોણ છે? તેણે માલમાં કઈ રીતે ફેરફારો કર્યા છે તથા આ પ્રકારની હેરફેર પહેલી વખત જ કરાઈ છે કે આથી પહેલા પણ આવી ગુણવત્તાની હેરફેર કરી અને માલ સગેવગે કરી લેવાયો છે? ખેર આ બધાય પ્રશ્નો હાલતુરંત નિરૂત્તર જ રહેલા છે. આ ઘટનાના અહેવાલોની સ્યાહી હજુ સુકાઈ જ નથી કે વાયોર પોલીસે પણ કંડલાતરફથી આવેલ એક વાહનાં કોલસામાં ગાલમેલ કરાઈ હોવાની વિગતો સાથે મુદામાલ પકડી પાડયો હતો. વાયોર પોલીસે જે મુદામાલ પકડયો છે તે પણ કંડલામાંથી ભરાયો હતો અને પાર્કીગમાં તે વાહનની હેરાફેરી કરાઈ હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યુ છે. આ અંગે તપાસનીશ શ્રી ડાંગરને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, લાગતા વળગતાઓને નોટીસ ફટકારાઈ છે, રજુ થયેથી નિવેદનો મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. ઉપરાંત વાયોરવાળા કેસમાં કંપનીએ માલમની ચકાસણી કરી છે તનો ગ્રેડીંગમાં કોઈ જ ફેરફાર જોવાયો નથી, પરંતુ કંપનીને ઈમેઈલમાં મોકલયેલી અને ગેટમાં પ્રવેશેલી ગાડી અલગ છે, એટલે ગાડી માલિક સહિતનાઓ હાજર થાય અથવા તો તેમની અટક કરીએ તે પછી આગળની બધી જ માહીતીઓ આ કેસમાં ખુલવા પામે તેમ શ્રી ડાંગરેએ જણાવ્યુ હતુ.
.................
વાયોર પોલીસે લેવા જોઈએ કડક પુછાણા!
ખેલ પડાયો તે પાર્કીંગ કોનું? અન્ય કોેણ-
કોણ કોલસા હેરફેરમાં અહી છે સંડોવાયેલું..?
ગાંધીધામ : કંડલામાં જે ટ્રકમાં કોલસો ભરાયો તેના બદલે બીજી ટ્રક વાયોરની સિમેન્ટ કંપનીમાં પહોંચાડાઈ હોવાનો ખુલાસો વાયોર પોલીસ દ્વારા કરવામા આવેલી કામગીરથી થવા પામ્યો હતો. તેમાં તપાસ કરતા નંબર પ્લેટ, તાલપત્રી, જીપીએસ અને સીલમાં વિસંગતતા જણાતા તપાસ દરમિયાન ભાંડો ફુટી જવા પામ્યો હતો. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ પ્રકરણમાં પ્રાથમિક તબક્કે જે વિગત સામે આવે છે તે અનુસાર એકના બદલે બીજી ટ્રક મોકલાવાવનો ખેલ પાર્કીગમાં રચાઈ ગયો હોય તેમ દર્શાય છે તો આ પાર્કીગ કોનું છે? તેમાં સીસીટીવી લાગેલા છે કે નહી? જો લાગેલા હાયે તો તેના ફુટેજ પરથી બધુ જ ખ્યાલ આવી જશે અને જો નથી લગાગાય તો પાર્કીંગના સંચાલકે કયા ઈરાદો સીસીટીવી અહી નથી લગાવ્યા? પ્રથમ તબક્કે એવી વાત સામે આવી હતી કે, ટ્રક નં.જીજે૧ર- બીવી - ૮૧૮૬ ના માલિક સામખિયાળીના સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ પરમારે પોતાની ટ્રકને ડાંગર રોડવેઝમાં મોકલી કંડલા પોર્ટ ખાતેથી કોલસો ભરી પાર્કિંગમાં કંપનીના સીલ લગાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કોલસો કાઢી ભેળસેળ કરવાના ઈરાદે પરવાનગી વિના સીલ તોડી જીપીએસ અન્ય ટ્રકમાં લગાવી આ ટ્રક કંપનીમાં મોકલવામાં આવી હતી. જે વાહનમાં કોલસો ભરાયો તે સગેવગે કરી અન્ય કોલસાની ગાડી કંપનીમાં મોકલવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે તે જોતા પાર્કીંગ તરફ પણ પોલીસે ગંભીરતાથી તપાસ કરવાની જરૂર છે તો કદાચ આ પ્રકરણના એમઓની કડીઓ ઘણી મળી શકે તેમ છે.
...........

Comments