માતૃછાયા એનએસએસ યુનિટ દ્વારા અંધજન મંડળ ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો
ભુજ : રક્ષાબંધન પર્વ નિમિત્તે માતૃછાયા કન્યા વિદ્યાલય એનએસએસ યુનિટ સ્વયંસેવિકાઓએ સેવાભાવના અને સામાજિક જવાબદારીના ગુણોની મિસાલ પૂરી પાડતા લોટસ કોલોની સ્થિત કે.આઈ.ડી.એસ. ડિસેબિલિટી સેન્ટર ખાતે પહોંચ્યા જ્યાં તેમણે પ્રેમભેર બાળકોને રાખડી બાંધી તેમજ મિઠાઈ વહેચી હતી.
આ મુલાકાતનો હેતુ તહેવારની ખુશી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાની હતી. સ્વયંસેવિકાઓ દ્વારા બાળકોના કાંડે બંધાયેલી રાખડી થી અંધજન મંડળના બાળકોએ ખુશી અનુભવી. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર મિત્તલબહેન તન્ના તેમજ શાળાના શિક્ષકો મનોજભાઈ મહેશ્વરી તેમજ દેવલબહેન માતંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટેની પ્રેરણા શાળાના આચાર્ય સુહાસબહેન તન્ના ગોસ્વામીએ આપી હતી. આ આયોજન બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.
---------

Comments